surat in playing-Garba-here-the-medical-checkup-required
  • Home
  • Featured
  • અહીં ખેલૈયાઓ ગરબા રમવા જતા પહેલા મેડિકલ ચેકએપ જરૂરી, જાણો વિગતે

અહીં ખેલૈયાઓ ગરબા રમવા જતા પહેલા મેડિકલ ચેકએપ જરૂરી, જાણો વિગતે

 | 4:40 pm IST

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધી રહેલા કેસને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની ઊંઘ ઊડાડી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવે ગરબા રમવા એન્ટ્રી મેળવતા પહેલા ખેલૈયાને મેડિકલ ચેક-અપ કર્યો બાદ જ ગરબા રમવા મળશે.

નવરાત્રીમાં ગરબા આયોજનની સાથે-સાથે ડૉકટરોની મેડિકલ ટીમ બેસાડીને ખેલૈયાઓની તબીબી તપાસ કરાવવાના આદેશ આપ્યા છે, ત્યારે ગરબા રમવા માટે એન્ટ્રી મેળવતા પહેલા ખેલૈયાઓને ગેટ પર હાજર મેડિકલ ટીમ પાસે સ્ક્રીનિંગ કરાવવું પડશે. મેડિકલ ટીમની તપાસ દરમિયાન જો કોઈ ખેલૈયાને શરદી, ખાંસી, તાવ, ઉધરસના લક્ષણો જણાશે તો ગેટ પરથી પરત મોકલી દેવામાં આવશે.

ગત દિવસોમાં સુરતની મુલાકાતે આવેલા રાજ્યના સ્વાઇનફ્લૂના નોડલ ઓફિસર કમલેશ હોવાનું કબૂલ્યું હતું. નવરાત્રિમાં આ ચેપી રોગ વકરવાની અટકળો વ્યક્ત કરી હતી. જેને પગલે નવરાત્રી નજીક આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં મેડિકલ ચેક-અપ કાર્ય ધમધમાટ ઉપાડ્યું છે.

આવા ચેપીરોગના સંજોગોમાં નવરાત્રીના સમયે મોટા મોટા આયોજનોમાં લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે. સ્વાઈન ફ્લૂનો શંકાસ્પદ કેસ પણ અહીં પ્રવેશી જાય તો આ રોગ વધુ વકરવાની દહેશત રહે છે. જેને ધ્યાને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જનહિતમાં ખેલૈયાઓના મેડિકલ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.