Surat in PM Modi ICE-Cream Kulfi Parloue on Sitafal Ane Mengo Flavor
  • Home
  • Featured
  • સુરતમાં મોદીના ચહેરાવાળી કુલ્ફીની જબરદસ્ત માંગ, મોંઘી હોવા છતાં લોકોમાં ખરીદવા પડાપડી

સુરતમાં મોદીના ચહેરાવાળી કુલ્ફીની જબરદસ્ત માંગ, મોંઘી હોવા છતાં લોકોમાં ખરીદવા પડાપડી

 | 10:06 am IST

ગુજરાતના સુરતમાં એક આઈસ્ક્રીમ પાર્લરે અનોખા અંદાજમાં લોકસભાની ચૂંટણીમાં બીજેપીને મળેલી જીતનો જશ્ન મનાવી રહ્યા છે. સુરતના પેરોલ પ્લાઇંટ પર સરગમ કોમ્પ્લેક્સમાં એક આઈસ્ક્રીમ પાર્લર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળી ફ્લેવરમાં કુલ્ફી વેચી રહ્યું છે. આ કુલ્ફી હાલ સીતાફળ અને કેરીના સ્વાદમાં મળી રહ્યું છે.

આ સ્પેશ્યિલ કુલ્ફી 30 મે સુધી પાર્લર પર મળશે. 30 મેના રોજ નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લેશે. આ ખુશીમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આ કુલ્ફી પર રાખવામાં આવ્યું છે. આમ જોવા જઇએ તો કુલ્ફીની કિંમત 280 રૂપિયા છે, પરંતુ 30 તારીખ સુધી આ કુલ્ફી 140 રૂપિયામાં ગ્રાહકોને મળશે.

સામાન્ય રીતે આઈસ્ક્રીમ થોડી નરમ હોય છે, પરંતુ આ કુલ્ફી થોડી સખ્ત હોય છે. આ પહેલા પણ રાજકોટમાં નરેન્દ્ર મોદીની તસવીરવાળી અંગૂઠી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. સુરતમાં હાલ મોદીની કુલ્ફીની જે રીતે ડિમાન્ડ છે, તેનાથી એવું કહી શકાય કે પીએમ મોદી સાથે જોડાયેલી દરેક વસ્તુની ઘણી માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન