Surat In the love of a surly child sparked amid fears of a corona virus
  • Home
  • Corona live
  • કોરોના વાયરસના ભય વચ્ચે સુરતી બાળકનો પ્રેમ છલકાયો, સાઇકલ ખરીદવાના સ્વપ્નને ધરબી દઈને કર્યું એવું કામ કે…

કોરોના વાયરસના ભય વચ્ચે સુરતી બાળકનો પ્રેમ છલકાયો, સાઇકલ ખરીદવાના સ્વપ્નને ધરબી દઈને કર્યું એવું કામ કે…

 | 12:08 pm IST

સમગ્ર દેશમા કોરોનાનો કહેર છે ત્યારે સેવારૂપી યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓ આ મહા સેવારૂપી યજ્ઞમાં પોતાની યથા શક્તિ પ્રમાણે આહુતી આપી રહ્યા છે. આજે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને કોઈનું પણ મન ભરાઈ આવે અને એક ભારતીય તરીકે આપણને તેના પર માન ઉપજે. કોરોના વાયરસના ભય વચ્યે સુરતમાં બાળકોનો પ્રેમ છલકાયો હતો. દેશ અને દુનિયા હાલમાં કોરોના વાયરસથી સંક્રમણો સામનો કરી રહ્યા છે. જેના માટે મોટા ઉદ્યોગપતિ, ફિલ્મી સ્ટાર, ખેલાડીઓથી લઈને આમ આદમી પણ નાણાંકીય મદદ કરવા માટે સરકારની મદદ કરી રહ્યા છે.

આ જ ક્રમમાં સુરતમાં કોરોના વાયરસના ભય વચ્ચે એક બાળકનો પ્રેમ છલકાયો હતો. અને તેને સાઇકલ ખરીદવાના સ્વપ્નને મનમાં જ ધરબી દઈને નવ વર્ષના બાળકે સઘળી બચત દાનમાં આપી દીધી હતી. સુરતના આ નવ વર્ષના બાળકે પોતાની પિગી બેંકના તમામ રૂપિયા કોરોના ફંડમાં આપી દીધા છે. સુરતના ડુમસ રોડ પર આવેલા અવધ કેરોલીના કેમ્પસમાં આ પરિવાર રહે છે.

પોતાના ઘરના સંસ્કાર આ બાળકમાં સ્પષ્ટ જોઈ શકાય છે. સુરતના આ બાળકે છેલ્લા સાત મહિનાથી રૂપિયા 4825 ભેગા કર્યા હતા, આ રૂપિયાને બાળકે હોંશેહોંશે આપી દીધા હતા. સુરત મનપા કમિશનરને સુરતના આ બાળકે પોતાનું ફંડ આપ્યું હતું. આ જ ક્રમમાં અગાઉ જમ્મૂની એક નાની છોકરીએ પોતાની પિબિ બેંકના તમામ રૂપિયા મહામારી સામેની લડાઈ માટે દાનમાં આપ્યા હોવાની વાત સામે આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નવ વર્ષીય હિયા સુથારે પિગી બેંકના રૂપિયા PM ફંડમાં આપ્યા હતા. અમદાવાદના નરોડામા રહેતી નવ વર્ષીય દિકરી સમગ્ર વર્ષ દરમિયાન પિગી બેંકમાં રૂપિયા એકઠા કરીને સોના ચાંદીની વસ્તુ પોતાને માટે ખરીદે છે. પરંતુ દેશ જ્યારે સંકટમાં છે ત્યારે હિયા સુથારે પોતાની પાસે એકઠા થયેલા રૂપિયા પીએમ અને સીએમ રાહત ફંડમાં આપ્યા છે. જેમાં દેશવાસીઓ સંકટના સમયમા પોતાનાથી બને તેટલી તમામ મદદ કરી રહ્યા છે ત્યારે હિયાએ પણ 1100 રૂપિયાનુ દાન કરીને એક ઉદહરણ પૂરૂ પાડ્યુ છે.

જુઓ આ પણ વીડિયો: સેલેબ્રિટીનાં સંગાથેમાં સિંગર મિત જૈન સાથે ખાસવાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન