Surat In vaccination of people below the age of 45 was stopped with immediate effect
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • જાણો એવું તે શું થયું કે સુરતમાં 45થી ઓછી વયના લોકોનું વેક્સિનેશન તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ છૂટ્યા?

જાણો એવું તે શું થયું કે સુરતમાં 45થી ઓછી વયના લોકોનું વેક્સિનેશન તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ છૂટ્યા?

 | 10:08 am IST
  • Share

સુરતના તમામ લોકોને ઝડપથી વેક્સિન મળી જાય તે હેતુસર છેલ્લા કેટલાક દિવસોથી 45 વર્ષથી નાની વયના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે 45થી નાની વયના તમામ લોકોનું વેક્સિનેશન અટકાવવા રાજ્યોને આદેશ આપતાં પાલિકાએ શહેરનાં તમામ 220 વેક્સિનેશન કેન્દ્રો પર 45થી નાની વયના લોકોનું વેક્સિનેશન બંધ કરવા આદેશ આપ્યો છે.

કોવિડની વેક્સિનનો પૂરતો જથ્થો નહીં હોવાથી શરૃઆતમાં કયા કયા લોકોને વેક્સિન આપવી તે અંગે કેન્દ્ર સરકાર ગાઇડલાઇન પૂરી પાડે છે. શહેરમાં વેક્સિનેશનની કામગીરી કેન્દ્રની ગાઇડલાઇન મુજબ કરવામાં આવે છે. હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને વરિષ્ઠ નાગરિકો બાદ કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી 45 વર્ષથી મોટા તમામ લોકોને વેક્સિન આપવા નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારે બેક, એલઆઇસી, રેલવે સહિત તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓના કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર ગણી વેક્સિન આપવા તથા તેમના કુટુંબીજનોને પણ વેક્સિન આપવા ગાઇડલાઇન બહાર પાડી હતી. શહેરમાં શક્ય એટલા તમામ લોકોને વેક્સિન મળે તે હેતુસર કેટલાક વેક્સિનેશન કેન્દ્રો પર કેન્દ્રની નવી ગાઇડલાઇન મુજબ 45થી ઓછી વયના લોકોનું વેક્સિનેશન શરૂ કરી દેવાયું હતું.

વેક્સિનેશન કામગીરીને વેગ આપવા માટે પાલિકાએ ખાનગી ટ્રસ્ટો અને એનજીઓને આગળ કરી વેક્સિનેશન કેન્દ્રો શરૃ કરાવ્યાં છે. વેક્સિનેશન થકી કોરોનાને નાથવાના હેતુસર પાલિકાએ 18થી 45 વર્ષની વયના લોકોનાં રજિસ્ટ્રેશન અને વેક્સિનેશનને આડકતરૂ સમર્થન આપ્યું હતું. શહેરને કોરોનાથી મુક્ત કરવું હોય તો તમામ વયના લોકોને શક્ય એટલી ઝડપથી વેક્સિન પૂરી પાડવી જરૂરી હોવાથી પાલિકાએ 45થી નાની વયના લોકોનું વેક્સિનેશન અટકાવ્યું નહોતું.

રવિવારે 45 વર્ષથી નાનાને વેક્સિન આપવાનું બંધ કરાયુ

જોકે, હવે કેન્દ્ર સરકારે રસીનો જથ્થો ધ્યાને લઈ હાલ પૂરતું 45થી નાની વયના લોકોને વેક્સિન નહીં આપવા આદેશ કરતાં પાલિકાએ જાહેર નોટિસ બહાર પાડી તમામ કેન્દ્રો પર 45થી નાની વયના લોકોનું રજિસ્ટ્રેશન અટકાવ્યું છે. આજે એક પણ કેન્દ્ર પર આવી વ્યકતિઓને વેક્સિન અપાઈ નહોતી.

જુઓ આ પણ વીડિયો: સુરતમાં 12 ધર્મગુરૂ કોરોના સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન