Surat Kim Accident Case, CCTV and pictures of the serious accident came to the fore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘મજૂરોને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ નહિ ખૂલે’, એક એક ફોટાના દ્રશ્યો તમારા રૂંવાડા ઉભા કરશે

‘મજૂરોને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ નહિ ખૂલે’, એક એક ફોટાના દ્રશ્યો તમારા રૂંવાડા ઉભા કરશે

 | 12:08 pm IST
  • Share

આજના મંગળવારના દિવસે સુરત જિલ્લા (Surat District) માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. એકસાથે 15 મૃતદેહો જોઈ કોઈને પણ કંપારી છૂટી જાય. રસ્તા વચ્ચે લાશોના ઢગલાં ભેગા કરીને ગાડીમાં ભરવામાં આવે ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીનું પણ હૃદય પીગળી તેવી એક ગોઝારી ઘટનાએ આખા દેશમાં તેના પડઘા પડ્યા છે. ઘટના સ્થળે જે રીતે મજૂરોના મૃતદેહો પડ્યા હતા, તેમજ તેમનો સામાન વેરવિખેર પડ્યો હતો તે જોતા હેબતાઈ જવાઈ તેવો નજારો હતો.

કીમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટર પર સુતેલા પરપ્રાંતિય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 15 જેટલા શ્રમિકો ઉંઘમાં જ મોતને ભેટ્યા હતા. અકસ્માતના દ્રશ્યો રુંવાડા ઉભા કરી દે તેવા હતા. ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે ડેમ્પરર રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઇ મીઠી નીંદર માણી રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું.

મજૂરોને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ નહિ ખૂલે. આ અકસ્માત બાદ કોસંબ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહોનો ઢગલાં જોઈ જોનાર અને આસપાસના લોકોમાં અરેરાટી વ્પાપી ગઈ હતી. પોલીસે વહેલી તકે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી કરી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના મજૂરો એક મહિનાથી રહેતા હતા. અહીંના પરિવારો માટે છેલ્લે એક મહિનાથી આ ગટરનું ઢાંકણુ જ તેમનું ઘર બન્યું. માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર તમામ પર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં જે બે માસુમ બાળકીઓ બચી ગઈ તેમાં એક બાળકી થોડી મોટી છે, તો બીજી બાળકી માંડ એક વર્ષની હતી.

પીએમ મોદીએ સુરતની આ દુ:ખદ ઘટના અંગે ટ્વીટ કરીને કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે ઇશ્વરને પ્રાર્થના. તો સાથે જ પીએમ મોદી (PMO)એ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. પીએમઓ દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય કરવામાં આવશે. તો સાથે જ ઈજાગ્રસ્તોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે.

સુરત અકસ્માત મુદ્દે CM રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. સુરતમાં મધરાત્રે બનેલી ઘટનામાં રાજ્ય સરકારે પણ સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને રૂ.2 – 2 લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારજનોનં સાંત્વના પાઠવી હતી.

સુરત અકસ્માત મુદ્દે રાજસ્થાનના CMએ ટ્વીટ કર્યું છે. CM અશોક ગેહલોતે સુરતની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. જેમાં બાસવાડાના મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ ગેહલોત દ્વારા કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન