Surat Lady Don Bhuri of Varacha Fought With Her After She Broke Relationship Slapped Her
  • Home
  • Featured
  • સુરતની ‘લેડી ડોન’ ભૂરી વિવાદોમાં, ‘તું મારી નઈ તો કોઈની જ નઈ’, બેવફા ભૂરી માટે સંજય ભૂરાએ કર્યો મોટો હંગામો

સુરતની ‘લેડી ડોન’ ભૂરી વિવાદોમાં, ‘તું મારી નઈ તો કોઈની જ નઈ’, બેવફા ભૂરી માટે સંજય ભૂરાએ કર્યો મોટો હંગામો

 | 10:10 am IST

સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી કરી અને લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભુરી આજકાલ ફરી વિવાદોમાં સપડાઈ છે. ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો છે. ગઈકાલે તેણે ખૂબ હંગામો મચાવ્યો હતો.

વરાછામાં જાહેરમાં ટપોરીગીરી કરતી અસ્મિતા ઉર્ફે ભૂરીએ જૂના પ્રેમી સંજયભૂરાને તરછોડી દઈ તેની જ ગેંગના સાગરીત સાથે દોસ્તી કરી લેતા ભૂરાએ રાત્રે વરાછાની વર્ષા સોસાયટીમાં હંગામો કર્યો હતો. ગેંગના જ સાગરીત રાહુલ ઉર્ફે ગોધાને ત્યાં રાત્રે રોકાઈ ગયેલી ભૂરીને તમાચા મારી તેની નવી મોપેડની તોડફોડ કરી હતી. હંગામા બાદ ભગવાન ચક્કરમાં પહેલા માળેથી કૂદવા જતાં સંજયનો પણ ભાંગી જતાં પોલીસે તેને પોલીસ તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

વરાછામાં જાહેરમાં ભૂરી ગોહિલ અને સંજય ભૂરો, રાહુલ ઉર્ફે ગોધો, સાગર સહિતનાં ટપોરીઓની ગેંગ કુખ્યાત છે. આ ગેંગ ત્રણ વર્ષ પહેલાં ધૂળેટીના દિવસે જાહેરમાં તલવાર કાઢી અંદોર અંદર માથાકૂટ કરીને પ્રથમ વખત ચર્ચામાં આવ્યા બાદ આ ગેંગ સતત ચર્ચામાં આવતી રહી હતી. ભૂરા અને ભૂરાની ગેંગ હવે બન્ને વચ્ચેના ડખાને કારણે ચર્ચામાં આવી છે.

છેલ્લાં કેટલાંક વખતની ભૂરીએ ભૂરાનો સાથ છોડી દઈ સાગર સાથે વેલંજામાં રહેવા લાગી હતી. પરંતુ ગુરુવારે રાત્રે વર્ષા સોસાયટીમાં ગેંગના જ એક સાગરીત રાહુલ ઉર્ફે ગોધાના ઘરે પાર્ટીમાં ભૂરી જોવા મળતાં ભૂરો ઉશ્કેરાયો હતો. રાત્રે દસ વાગ્યે માથાકૂટ કર્યા બાદ સવા એક વાગ્યે પરત આવી ભૂરીની મોપેડની તોડફોડ કરી ભૂરીને પણ તમાચા માર્યા હતા. તું મારી નઈ તો કોઈની ય નહીં કહી હંગામો કર્યા બાદ પહેલા માળેથી કૂદવા જતાં સંજય ભૂરાનો પગ ભાંગી ગયો હતો.

ભુરી અગાઉ પ્રેમી સાથે દિવ ગઈ હતી જ્યાં દારૂ પીને હંગામો કરતા સંઘપ્રદેશની પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. આમ અવારનવાર ચર્ચામાં રહેતી ભુરી અને વિવાદ એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

જુઓ આ પણ વીડિયો: જૂનાગઢમાં 72 વર્ષીય મહિલાની હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન