સુરતઃ મંદિરમાં કરી તસ્કરે ચોરી, CCTVમાં કેદ તમામ ઘટના - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ મંદિરમાં કરી તસ્કરે ચોરી, CCTVમાં કેદ તમામ ઘટના

સુરતઃ મંદિરમાં કરી તસ્કરે ચોરી, CCTVમાં કેદ તમામ ઘટના

 | 3:27 pm IST

સુરતના વરાછા વિસ્તારના લંબે હનુમાન રોડ પર આવેલા તાડવાડી માતાના મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બની હતી. ચોર મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો છે. મંદિરના સીસીટીવી કેમેરામાં ચોરની આ હરકત કેદ થઇ છે.

મંદિરના CCTVમાં તસ્કર ચોરી કરતા કેદ
વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર આવેલા તાડવાડી માતાના મંદિરમાં ચોરી થઈ હતી. જેમાં ચોરે દાન પેટીમાંથી ચોરી કરી હતી. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તસ્કર સીસીટીવીમાં કેદ થઈ જતા તેના આધારે તપાસ કરી હતી. હાલ પોલીસે ચોરીના આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ સિવાય શહેરના અન્ય મંદિરમાં પણ થયેલી ચોરીના કેસ ન ઉકેલાયા હોય તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.