surat-limbayat-area-3-year-old-girl-rep and kidnap case
  • Home
  • Featured
  • સુરતના લિંબાયતમાં બાળકીની દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો હત્યારો કોણ હતો

સુરતના લિંબાયતમાં બાળકીની દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો હત્યારો કોણ હતો

 | 3:48 pm IST

હીરાનગરી સુરતને શર્મસાર કરતી વધુ એક ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી. લિંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ પાડોશીના ઘરમાંથી મળી આવ્યો હતો, પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલી લીધો છે.

પોલીસે બાળકીની હત્યા અને દુષ્કર્મ પાછળ આરોપી અનિલ યાદવની ધરપકડ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ દુષ્કર્મ અને હત્યા કરી તે પહેલા ચિક્કાર દારૂ પીધો હતો.

પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલતા પરિવારે સૌથી પહેલા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. હાલ સોમેશ્વર સોસાયટીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, સાથે SRPની એક ટીમ પણ તૈનાત કરાઈ છે. આ ઘટનામાં જે સમાજની દીકરી ભોગ બની છે તે સમાજ દ્રારા કેન્ડલ માર્ચનું પણ આયોજન કરાયું છે. પરિવારજનો આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

પરિવારજનો આકરા પાણીએ હોય તેમ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારાઇ, પણ હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, પોલીસના આશ્વાસન પછી પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારી લીધો છે. હાલ પોલીસે અંતિમવિધિ પૂરી થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાળકી પર દુષ્કર્મ અને હત્યા બાદ પાડોશી આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપી પોલીસની આંખમાં ધૂળ નાખી ફરાર થઇ ગયો છે.

તમને જણાવી દઇએ કે, આ કેસમાં ખુદ આરોપી પોલીસની આંખમાં ધૂળ નાંખી આ હિચકારા કૃત્યબાદ પોલીસની સાથે રહી માસૂમની શોધમાં લાગ્યો હતો. હવે બાળકીના ફોરેન્સિક પીએમ બાદ વધુ ભેદ ખુલે તેવી શક્યતા સેવાઇ રહી છે. સુરતમાં 27 દિવસમાં 5 બાળાઓ પર નરાધમોએ પોતાના શિકાર બનાવી છે. ડિંડોલીની 1 દીકરી હજી પણ ICUમાં ઝઝૂમે છે. ચાલુ વર્ષે કુલ 12 માસૂમ સાથે દુષ્કર્મ અને 3ની હત્યા કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, સોમવારે હીરાનગરી સુરતને શર્મસાર કરતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. લિંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ પાડીશીના ઘરમાંથી મળી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરાઇ હોવાની આશંકા સેવી હતી.

પોલીસે FSLની મદદ લઇને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.બાળકી રવિવારે સાંજે તેના ઘર નિજકથી જ ગૂમ થઇ હતી. ત્યારે બાળકીનો મૃતદેહ મળી આવતાં પરિવાર શોકનો માહોલ છવાયો છે. બાળકીને શોધવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કામે લાગ્યો હતો. છતાં બાળકીને બચાવી શકવામાં સુરત પોલીસને નિષ્ફળતા મળી છે. મહત્વનું છે કે, સુરતમાં છેલ્લા 6 માસમાં 6 બાળકીની હત્યા કરવામાં આવી છે. ત્યારે સુરત પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.

સુરતના લિંબાયત વિસ્તારમાંથી સાડા ત્રણ વર્ષની બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ અથવા કોઇ તેનું અપહરણ કરી ગયાની વાતને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. આશરે દસથી વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે આ બાળકીને શોધવાના કામે લાગી હતી. જોકે, ગોડાદરા વિસ્તારમાં આસપાસ મંદિરની ગલી સામેથી પ્લાસ્ટીક કોથળીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન