સુરત: યુવાનની ધોળા દિવસે સરાજાહેર કરપીણ હત્યાના Live દ્રશ્યો - Sandesh
  • Home
  • Videos
  • સુરત: યુવાનની ધોળા દિવસે સરાજાહેર કરપીણ હત્યાના Live દ્રશ્યો

સુરત: યુવાનની ધોળા દિવસે સરાજાહેર કરપીણ હત્યાના Live દ્રશ્યો

 | 7:04 pm IST

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ખુબ જ વધી રહ્યો છે. ઉધનાના કૈલાશનગરમાં સરાજાહેર એક યુવાનની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા અંગત અદાવતમા કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલામાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. જોકે એક આરોપી હજૂ પણ ફરાર છે. આ હત્યાની સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ છે. CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક પર સવાર બે યુવકો અને રસ્તા પર ઉભેલો એક યુવક સ્કૂટી પર રહેલા એક યુવક સાથે કોઈ વાતચીત કરી રહ્યા છે. અચાનક બાઇક પર બેઠેલો એક યુવક સ્કૂટી પર સવાર યુવકને બે છરીના ઘા મારી દે છે, તો રસ્તા પર ઉભેલો અન્ય એક યુવક ઉપરા ઉપરી યુવકની પીઢ પર છરીના બે ઘા મારી દે છે. છરીના ઘા વાગતા જ યુવક જમીન પર ઢળી પડે છે. આ સાથે જ હુમલો કરનાર ત્રણેય યુવકો એક બાઇકમાં સવાર થઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.