Surat: M.Com exam paper in Veer Narmad University circulating in WhatsApp
  • Home
  • Featured
  • સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં M.Comની પરીક્ષાનું પેપર વોટ્સએપમાં ફરતું થતા ખળભળાટ

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં M.Comની પરીક્ષાનું પેપર વોટ્સએપમાં ફરતું થતા ખળભળાટ

 | 10:17 am IST

રાજ્યમાં અવાર નવાર પેપર ફૂટવાના અનેક અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે સુરતમાં વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં MComની પરીક્ષાનું પેપર ફરતુ થતા સૌથી મોટો વિવાદ સર્જાયો છે. પરીક્ષા પહેલા જ એકાઉન્ટનું પેપર ફરતું થતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પેપર તૈયાર કર્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં MComની પરીક્ષાનું પેપર ફરતું થયું હોવાનું જાણવા મળે છે. VNSGU સલગ્ન M.COMની પરીક્ષામાં એકાઉન્ટનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પેપર પરીક્ષા પહેલા જ વોટ્સએપ પર પેપર ફરતું થતા મોટો હોબાળો થયો હતો. ઓફલાઇન યોજાયેલી પરીક્ષામાં વાયરલ થયેલ પેપરની કોપી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. વોટ્સએપમાં ધંધુકાના નામે વાયરલ થયેલ પેપરના સિલેબશ અને દાખલા પૂછવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે યોજાયેલ પરીક્ષામાં ધંધુકાનું પેપર જે વોટ્સએપમાં ફરતું હતું તેની જ કોપી પુછાય છે. જેમાં ખુલાસો થયો છે કે યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પરીક્ષાના પેપર તૈયાર કર્યા હતા. પેપર સેટરે કોપી પેસ્ટ કરી વેઠ ઉતારી હોવાની ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન