Surat: Man Killed As Car Rams into Truck on Sachin Overbridge
  • Home
  • Featured
  • સુરતમાં અરેરાટી ફેલાઈ તેવો અકસ્માત, યુવકનું માથું છૂંદાઈને બાજુની સીટમાં પડી ગયું

સુરતમાં અરેરાટી ફેલાઈ તેવો અકસ્માત, યુવકનું માથું છૂંદાઈને બાજુની સીટમાં પડી ગયું

 | 3:45 pm IST

સુરતમાં સોમવારની રાત્રે સચિન ઓવરબ્રિજ પર જતી એક કાર લોખંડના એંગલ ભરેલાં ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, યુવકનું માથું લોખંડની એંગલમાં ચુંદાઈને બાજુની સીટ ઉપર પડી ગયું હતું. તો કારની ઉપરનું પતરું 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું. અકસ્માતની 5 મિનિટ પહેલાં જ યુવકે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું ઘરે આવું છું, જમવાનું તૈયાર રાખજે. પણ પત્નીને પતિના મોતના સમાચાર મળ્યા હતા.

સુરતનો પ્રતિક પટેલ (ઉં-33) સિટીલાઈટ વિસ્તારમાં આવેલાં સૂર્યા પેલેસમાં રહેતો હતો. તે ગત રાત્રિએ ભરૂચથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન સચિન ઓવરબ્રિજ પર આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. લોખંડની એંગલ ભરેલાં ટ્રેલરમાં કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને કારની ઉપરનું પતરું કપાઈને 100 ફૂટ દૂર પડ્યું હતું. અકસ્માતમાં પ્રતિકનું માથું છૂંદાઈ ગયું હતું. અને તે બાજુની સીટમાં ઢળી પડ્યો હતો.

પોલીસને પ્રતિકનો મૃતદેહ બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તો ઘટનાની જાણ થતાં જ પ્રતિકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રતિકે અકસ્માતની પાંચ મિનિટ પહેલાં જ ઘરે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું 10 મિનિટમાં ઘરે પહોંચું છું. જમાવાનું તૈયાર રાખજે. જો કે પ્રતિક તો ઘરે ન આવ્યો, પણ તેનાં મોતના સમાચાર ઘરે આવ્યા હતા. પ્રતિકની બહેન ઓસ્ટ્રેલિયાથી પરત આવશે પછી તેનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન