Surat Mayor Lied to PM Modi about Fire Tragedy
  • Home
  • Gujarat
  • સુરતના મેયરે મોતનો મલાજો પણ ન જાળવ્યો, PM મોદી સમક્ષ બોલ્યા હળાહળ જુઠ્ઠું

સુરતના મેયરે મોતનો મલાજો પણ ન જાળવ્યો, PM મોદી સમક્ષ બોલ્યા હળાહળ જુઠ્ઠું

 | 12:23 am IST

સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતાં સુરત સરથાણાના તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગતાં 21 વિદ્યાર્થીઓનાં દર્દનાક મોત નિપજ્યા હતા. હજુ તો તેમનાં પરિવારનાં લોકોનાં આંસુ પણ સુકાયા ન હતા, ત્યાં સુરતના મેયરે ગંદી રાજનીતિ રમવાનું શરૂ કરી દીધું હતું. આટલી દર્દનાક દુર્ઘટના બાદ પીએમ મોદીએ દુખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું. જેનો જવાબ આપતાં સુરતના મેયર ડો. જગદીશ પટેલે પણ ટ્વીટ કર્યું હતું. તેઓએ કહ્યું કે, આગ લાગી ત્યારે હું ઘટનાસ્થળે જ હાજર હતો. પણ પીએમ મોદી આગળ સારા દેખાવવા માટે મેયર હળાહળ જૂઠું બોલ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.

આ આગ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. ત્રીજા માળેથી જીવ બચાવતાં વિદ્યાર્થીઓને જોઈને સૌ કોઈનાં કાળજા કાંપી ઉઠ્યા હતા. આ મામલે વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. અને તમામ મદદ કરવા માટે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને જણાવ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે, પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, સુરતમાં આગની દુર્ઘટનાથી ખુબ જ દુખી છું. મૃતકોના પરિવારો સાથે મારી સાંત્વના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી રિકવર થઈ જાય. મેં આ મામલે ગુજરાત સરકાર અને લોકલ ઓથિરિટીને તમામ સહાય પૂરી પાડવા માટે જણાવ્યું છે.

પીએમ મોદીની ટ્વીટનો જવાબ આપતાં સુરતના મેયર ડો. જગદીશ પટેલે ટ્વીટ કરતાં લખ્યું કે, સર, હું ઘટનાસ્થળે હાજર હતો. અમે તમામ જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડીશું.

પણ સુરત મેયર જગદીશ પટેલના આ દાવાને સ્થાનિકોએ ફગાવી દીધો હતો. અને કહ્યું હતું કે મેયર સાવ જૂઠું બોલી રહ્યા છે. તેઓ ઘટનાસ્થળે આવ્યા જ ન હતા. સુરતના મેયરે પીએમ મોદી સામે જૂઠું બોલતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાસ્થળે હાજર ન હોવા છતાં પણ મેયરની આવી હલકી કક્ષાની રાજનીતિને લઈ સ્થાનિકોએ તેમની ભારે ટીકા કરી છે.

જુઓ આ વીડિયો પણ

મોતનો આંકડો ઘણો વધારે છે સ્થાનિકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન