Surat Megh Mayur Apartment seal after 9 cases covid positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સુરત: અઠવાનું મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ, એકસાથે 9 પોઝિટિવ કેસ મળ્યા

સુરત: અઠવાનું મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ, એકસાથે 9 પોઝિટિવ કેસ મળ્યા

 | 3:43 pm IST
  • Share

પર્યૂષણ અને ત્યારબાદ ગણેશોત્સવ દરમિયાન સુરતમાં કોવિડ ગાઇડલાઇનનો અમલ કર્યા વિના લોકોની એકત્રિત થયેલ ભીડને કારણે હવે કોવિડના કેસોમાં તબક્કાવાર વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને છેલ્લાં એક સપ્તાહમાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા બે કેસ હોય તો પણ જે-તે સોસાયટીની સંલગ્ન વિંગ કન્ટેન્સેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,  છેલ્લાં એક સપ્તાહમાં અઠવાલાઇન્સ સ્થિત મેઘ મયુર એપાર્ટમેન્ટમાં કોવિડના 9 કેસો મળી આવ્યા છે. પરિણામે સુરત મનપા દ્વારા એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેન્મેન્ટ પોકેટ જાહેર કરી સીલ કર્યુ છે. બે પરિવારોમાં બબ્બે કેસ તથા એપાર્ટમેન્ટના વોચમેન સહિત અન્ય 3 રહેવાસીઓ પણ પોઝિટિવ આવતા મનપા દ્વારા સંક્રમણ અટકાવવાના ભાગરૂપે એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં, આરોગ્ય તંત્ર દ્વારા એપાર્ટમેન્ટના રહીશોને ક્વોરન્ટાઈન કરીને બહાર બે ગાર્ડ મૂકવામાં આવ્યા છે. જેથી બહારના કોઈ વ્યક્તિ એપાર્ટમેન્ટમાં પ્રવેશી ના શકે.

સરકારની ગાઈડલાઈન મુજબ, કોઈ પણ બિલ્ડિંગમાં 5થી વધુ સંક્રમિતો મળે, તો તે ઈમારતને સીલ કરવામાં આવે છે.  છેલ્લો કેસ આવે ત્યારથી 14 દિવસ સુધી જે-તે મકાન અને એપાર્ટમેન્ટ સીલ કરવાની ગાઈડલાઇન્સ છે. જે બાદ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનાર અને પાડોશીઓના ટેસ્ટિંગ કરવામાં આવે છે. હાલ તો એપાર્ટમેન્ટમાં એકસાથે 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના એરિયામાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો