NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મિનરલ વોટર પીનારાઓ ચેતી જજો, હકીકત જાણી આંખો થઇ જશે પહોળી

મિનરલ વોટર પીનારાઓ ચેતી જજો, હકીકત જાણી આંખો થઇ જશે પહોળી

 | 12:13 pm IST

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા વોટર પ્લાન્ટ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. લિંબાયત ઝોનના અધિકારીઓએ મિનરલ વોટરના પ્લાન્ટની તપાસ કરી હતી. પ્લાન્ટમાંથી મચ્છર સહિત પારાવાર ગંદકી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ગઈકાલે દરોડા પાડ્યા બાદ બીજા દિવસે પણ ભાઠેના વિસ્તારમાં આવેલા કેવલ કૃપા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. જેમાં વોટર પ્લાન્ટના ધારા ધોરણોને ન અનુસરતાં માલિકોને દંડ ફટકારવાની સાથે કાયદેસરના પગલાં લેવામાં આવ્યાં છે.

સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વોટર પ્લાન્ટ પર દરોડા કરી લાલ આંખ દેખાડી રહ્યું છે. ભાઠેનામાં ખોડીયાર નગર વિસ્તારમાં શિવ માર્કેટીંગ નામના વોટર પ્લાન્ટ પર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી સહિતના લાયસન્સ પણ પ્લાન્ટ સંચાલકો પાસે ન હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પ્લાન્ટમાં એડિસ પ્રજાતિના મચ્છર સહિત ગંદકી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્લાન્ટમાં ગંદકી વચ્ચે ગ્રાહકોને દૂષિત પાણી સપ્લાય કરવામાં આવતું હતું. અને પ્લાન્ટમાં આઈએસઆઈ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંધન થતું હોવાથી હાલ પ્લાન્ટને આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો અને પ્લાન્ટનાં મલિકને 10000નો દંડ ફટકાર્યો છે.