Surat National Highway In Truck Tanker Accident At 4 Died
  • Home
  • Featured
  • સુરત નેશનલ હાઈવે પર પરોઢીયે ગમખ્વાર અકસ્માત, મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવાઇ, 4ના મોત

સુરત નેશનલ હાઈવે પર પરોઢીયે ગમખ્વાર અકસ્માત, મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવાઇ, 4ના મોત

 | 10:24 am IST

સુરત નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં સવાર 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ટેન્કર પાછળ કન્ટેનર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરમાં સવાર 4 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવાઈ હતી. આ ઘટનાને કારણે સુરત નેશનલ હાઈવે 48 પર ટ્રાફીકજામ સર્જાયો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત અમદાવાદ હાઇવે પર કીમ ચોકડી નજીક ભભોરા પાટિયા પાસે આજે વહેલી સવારે ટ્રક ધડાકાભેર ટેન્કરની પાછળ અથડાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માતના કારણે હાઇવે પર ભીડ ભેગી થઇ હતી, અને લોકોની મદદથી અકસ્માતની જાણ થતાં IRB,108ની ઇમરજન્સી ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

હાઇવે પર બનેલો અકસ્માત એટલો ભયાનક હતો કે 2 લોકોનો મૃતદેહ સરળતાથી બહાર કાઢવામાં આવ્યાં હતો, પરંતુ અન્ય 2 લોકોનો મૃતદેહો એવી રીતે ફસાયા હતો કે તેમને અકસ્માતનાં કલાકો પછી પણ કાઢવાની કામગીરી ચાલી રહી હતી. અને ત્યારબાદ ક્રેનની મદદથી ટ્રકને સાઇડમાં ખસેડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા પાછળ વાહનોની લાંબી કતાર થઇ ગઇ હતી. જોકે પાલોદ પોલીસનાં કાફલાની મદદથી આ ટ્રાફિકજામને ધીમે ધીમે ઓછો કરાયો હતો. હાલ આ મામલે પાલોદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન