સુરત-નવસારી - Sandesh

સુરત-નવસારી

 | 4:41 am IST

ટ્વીન સિટી N A V S A R I

નવસારી એ સુરત પાસે આવેલું સુરત-નવસારી ટ્વીન સિટી છે દક્ષિણ ગુજરાતનું આ શહેર પારસી પરંપરા મુજબ જ્યારે તેઓ આ બંદરે આવ્યા એટલે ઈરાનના સારી પ્રદેશ જેવું લાગ્યું અને ફારસીમાં ‘હવે’નો અર્થ નવા અને સારી એટલે ઈરાનના પ્રદેશના સંદર્ભ મુજબ નાઉ સારી ‘નવસારી’

N A V S A R I

૫ ૧ ૬ ૩ ૧ ૨ ૧

૧૯ સૂર્ય + મંગળ = સૂર્ય

શ્રેષ્ઠ નંબર

આ નંબર શ્રેષ્ઠ છે આ નંબર સફળતા, ખુશી, કુટુંબિક અર્થવ્યવસ્થા, સત્તા, લાગણી, જ્ઞાાન, ધન, સંપત્તિ, સમૃદ્ધિ, માન, સન્માન, શાણપણ, બુદ્ધિમત્તા, પ્રેક્ટિકાલિટી, શૈર્યથી યુક્ત છે. તેથી જ અહીંના જે પણ લોકો છે તે શૂન્યમાંથી સર્જનની તાકાત ધરાવે છે તેથી જ તો ઈરાનથી આવેલા લોકો અહીં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા અને અહીં આવીને વસ્યા તથા પોતાનું નસીબ અજમાવવા લાગ્યા.

બુધના ‘N’ અક્ષરથી શરૂ કરીને સૂર્ય કે જે સત્તાના સોપાન સર કરાવે તે ૪ વખત ચંદ્ર+શુક્ર, પ્રેમ, લાગણી, આર્ટ, ગુરુ દ્વારા દ્રવ્ય પ્રાપ્તિ, સહુ કોઈએ ઉચ્ચત્તમ પ્રેમ, કુટુંબભાવના કેળવવી, સારું ઉચ્ચ શિક્ષણ, જ્ઞાાન અને મંગળ દ્વારા શૌર્યતા, સાહસ ભર્યા કાર્યો કરવા તે અહીંની પ્રજાને આપ્યું. ઉચ્ચત્તમ બુદ્ધિમત્તાથી વેપાર-વાણિજય અને જ્ઞાાનથી સુખી કર્યાં અને ઉચ્ચાઈના પગથિયાને સર કરાવ્યા. અહીંની પ્રજા પ્રેમથી સ્વીકારીને આગળ વધવાવાળી થઈ. બેસ્ટ નંબર સફળતા અપાવે છે.

સુરતથી ૩૭ કિમી દૂર આવેલા આ શહેરમાં જવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવેમાર્ગ તથા સુરતના ડોમેસ્ટિક એરપોર્ટથી દેશમાં જુદા-જુદા સ્થળોથી આવી શકાય છે. અહીંયા શેરડી અને ખાંડ ઉદ્યોગ, ટેક્સ્ટાઈલ ઉદ્યોગ, આંબાનાંં વૃક્ષોની વાડીથી આલ્ફાન્સો કેરીનો સિઝનલ વ્યવસાય, ચીકુનો વ્યવસાય, ડાયમંડ ઉદ્યોગ અહીંના મુખ્ય વ્યવસાય છે. અહીંના જોવાલાયક સ્થળોમાં મહાદેવ મંદિર, દાંડીબીચ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર અને વાંસદા નેશનલપાર્ક છે.

– ડો.પિનાર્કા રાજેશ મિસ્ત્રી

[email protected]