Surat Police arrested a man who do wrong thing with 9 year old girl
  • Home
  • Featured
  • સુરત: માત્ર 9 વર્ષની બાળાને ઈંડા લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી અને પછી નરાધમે…

સુરત: માત્ર 9 વર્ષની બાળાને ઈંડા લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી અને પછી નરાધમે…

 | 12:49 pm IST

ગઈકાલે રાજકોટ ખાતે આવેલ ક્રિસ્ટલ મોલમાં એક કિશોરી સાથે અજાણ્યા શખ્સોએ છેડતી કરી હતી અને વિરોધ કરવા પર શખ્સો સાથે 20 જણાના ટોળાંએ કિશોરીના પરિવારને ઢોર માર માર્યો હતો. ત્યારે હવે સમાજને શર્મસાર કરે એવી વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં માત્ર 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત ખાતે જિલાની બ્રિજ નજીક નાસિરનગરની આ ઘટના છે. જ્યાં સુલતાન નામના નરાધમે માત્ર 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. મળતી માહિતી મુજબ જિલાની બ્રિજ નાસિરનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુલતાન નામના 19 વર્ષના યુવાને પાડોશમાં રહેતી બાળાને ઇંડા લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી અને ત્યારે બાદ અધર્મીએ માસૂમ બાળા પર દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષી.



બાળાના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા પાડોશી સુલતાન સુભાણખાન પઠાણ પર શંકા જતા બાળા પર દુષ્કર્મ આચવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી. પોલીસે પણ ઘટના અંગે ત્વરીત તપાસ હાથધરી સુલતાનની અટકાયત કરી. લાલ ગેટ પોલીસે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ સુલતાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન