Surat Police Arrested Accused Who Raped Child Girl and Murdered Her
  • Home
  • Featured
  • સુરત: માસુમ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી આ રીતે બિહારમાંથી ઝડપાયો

સુરત: માસુમ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી આ રીતે બિહારમાંથી ઝડપાયો

 | 1:56 pm IST

સુરત લીંબાયતમાં બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરનાર આરોપી અનિલ યાદવની બિહાર પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કબુલ્યું છે કે તેણે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દીધી હતી. આરોપી અનિલ મોબાઇલમાં નવું સિમ કાર્ડ એક્ટિવ કરતા જ પોલીસની રડારમાં આવી ગયો હતો.

બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કર્યા બાદ આરોપી બિહાર ભાગી ગયો હતો. સુરતથી બિહાર ભાગ્યા બાદ સતત બે દિવસ સુધી મોબાઇલ ઑફ રાખ્યો હતો. ત્રીજા દિવસે જુના મોબાઇલમાં નવું સિમ કાર્ડ નાંખતા જ પોલીસને જાણ થઈ ગઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બિહારની કૉર્ટમાંથી અનિલ યાદવનું ટ્રાન્સફર વૉરન્ટ લીધું હતુ. સુરત પોલીસ આજે સાંજ સુધીમાં આરોપીને લઇને સુરત આવશે.

પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કહ્યું કે, “આરોપીએ ગુનો કબુલી લીધો છે. આરોપીની વધુ પુછપરછ ચાલુ છે.” તો પીડિતાની માતાએ કહ્યું હતુ કે, “હું નથી ઇચ્છતી કે ભવિષ્યમાં કોઈ અન્ય બાળકી હવસનો શિકાર બને. આ માટે આરોપીને કડક સજા ફટકારીને સમાજમાં મેસેજ આપવો જોઇએ કે આવા આરોપીએ સાથે કોઇ પણ બાંધછોડ કરવામાં નહીં આવે.”