Surat Police Caught a man for 4 Years old Girl Case in Limbayat
  • Home
  • Featured
  • લોકડાઉન વચ્ચે પણ સુરતમાં 4 વર્ષની માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું

લોકડાઉન વચ્ચે પણ સુરતમાં 4 વર્ષની માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું

 | 5:28 pm IST

સુરતમાં વધુ એક નાની બાળકી હવસનો શિકાર બની છે. કોરોના વચ્ચે જ્યાં સમગ્ર સુરતમાં લોકડાઉન છે. રસ્તાઓ સૂમસામ છે. તેવામાં લિંબાયત વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહપરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના લિંબાયત વિસ્તારમાં બાળકીના અપહરણની વાત સામે આવતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક પોલીસે સ્થાનિક સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જેમાં એક વ્યક્તિ બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ પટેલ નગર નજીક આવેલાં સમ્રાટ ઈન્સટ્રીઝ પાસે બાળકી એક રાહદારીને મળી આવી હતી.

બાળકી મળી હોવાની જાણ વ્યક્તિએ પોલીસને કરી હતી. જે બાદ તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતું. બીજી બાજુ પોલીસે સીસીટીવીમાં બાળકીને લઈ જતાં શખ્સની ઓળખ કરી લીધી હતી. અને ગણતરીના કલાકોમાં જ આરોપી અતુલ ઉર્ફે કરણ ઉર્ફે ભુર્યા ઉર્ફે દાદુ રાજુભાઇ જાદવને ઝડપી પાડ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં કોરોના પર અનોખી રીતે બનાવાયું ગીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન