NIFTY 10,153.10 +67.70  |  SENSEX 32,423.76 +151.15  |  USD 64.1175 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં વધતા ગુનાઓને ડામવા માટે પોલીસ કમિશ્નરે તૈયાર કર્યો આ એક્શન પ્લાન

સુરતમાં વધતા ગુનાઓને ડામવા માટે પોલીસ કમિશ્નરે તૈયાર કર્યો આ એક્શન પ્લાન

 | 6:31 pm IST

સુરતમાં વધતી જતી ગુનાહિત પ્રવૃતિઓને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશ્નરે શહેર પોલીસ સ્ટેશનોમાં કેટલાક ફેરફારો કરી એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સુરતના વરાછા, કાપોદ્રા, સરથાણા જેવા વિસ્તારો જ્યાં ગુનાહિત કૃત્યો વધારે બનતા હોય છે. આવા વિસ્તારમાં પોલીસ સ્ટાફમાં વધારો કર્યો હોવાની જાહેરા સુરત પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે સુરત પોલીસ કમિશ્નરે રાતના બાર વાગ્યા સુધી પીઆઈ અને એસીપી વાહનોનું ચેકિંગ કરાવડાવશે. વરાછા ઝોનમાં આવતા રસ્તા ઉપર ક્રાઇમ બ્રાન્ચ પણ તૈનાત રહેશે. સાથે સાથે પેટ્રોલિંગ માટે પોલીસ સ્ટાફ અને પીસીઆર વાન ઉપરાંત મોટર સાઇકલની સંખ્યામાં વધારો કર્યો હોવાનું પણ સતીષ શર્માએ જણાવ્યું હતું.

આ ઉપરાંત વરાછા, કાપોદ્રા અને સરથાણાના પોલીસ સ્ટેશનોમાં પણ સ્ટાફમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે વરાછા ઝોનમાં ખાસ વાહન ચેકિંગ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષના જૂના ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવશે. અને અસામાજીત તત્વોને ડામવા માટે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે સુરતની જનતા પણ પોલીસને સહકાર આપે એવી અપિલ પણ સુરતીઓને કરી હતી.