Surat Police File a complain against Man
  • Home
  • Featured
  • ગુજરાતમાં વધુ એક નાની બાળકી બની શિકાર, યુવાને માત્ર 8 વર્ષની ઉંમરની માસૂમને…

ગુજરાતમાં વધુ એક નાની બાળકી બની શિકાર, યુવાને માત્ર 8 વર્ષની ઉંમરની માસૂમને…

 | 10:37 pm IST

ગુજરાતમાં દિવસે ને દિવસે નાની બાળકીઓ પર યૌન શોષણ સહિત દુષ્કર્મનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સભ્ય ગણાતો આપણો સમાજ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે. આજના મોબાઈલનાં જમાનામાં હવસનું પ્રમાણ વધતાં જ નાની બાળકીઓ હવે સુરક્ષિત રહી નથી. સુરતનાં લાલગેટ વિસ્તારમાં યુવાને પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકીને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી 8 વર્ષીય બાળાને ઘર નજીક રહેતો કોઈ યુવાન લાલચ આપીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. અને તેની સાથે દુસ્કર્મ આચર્યું હતું. પોતાની હવસ સંતોષ્યા બાદ હવસખોર યુવાને આ બાળકીને છોડી મૂકી હતી. જો કે યુવાનની ચગુંલમાંથી છૂટીને બાળકી જેવી ઘરે પહોંચી કે તરત જ તેણે પોતાના પર વીતેલી આપવીતી પરિવારજનોને વર્ણવી હતી.

પોતાની બાળકી પર દુષ્કર્મની વાત સાંભળતાં જ માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે બાદ આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે બાળકીને તાત્કાલિક મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડી હતી. અને બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થનાર હવસખોર યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

આ વીડિયો પણ જુઓઃ

આજના દિવસે અનેક ઘટનાઓ એવી બની હતી જેણે ઈતિહાસ સર્જ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન