surat police held 2 in rajasthan loot case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજસ્થાનમાં કરેલી લૂંટનો સામાન વેચવા સુરત આવ્યા અને ઝડપાયા

રાજસ્થાનમાં કરેલી લૂંટનો સામાન વેચવા સુરત આવ્યા અને ઝડપાયા

 | 9:11 pm IST
  • Share

રાજસ્થાનના જાલોરમાં લાખ્ખો રૂપિયાની લૂંટ કરી વિદ્યાર્થી સહિત ગેંગનો મુખ્ય સાગરિત સુરતમાં ચોરીના ઘરેણાં વેચવા માટે આવ્યા હતા. આરોપીઓનું કમનસીબ કહેવાય કે, તેઓ ચોરીના ઘરેણાં વેચવા માટે પણ ખટોદરા પોલીસ મથકની બાજુમાં જ આવ્યા હતા. જ્યાં પોલીસે તેઓની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાનમાં મોટી લૂંટને અંજામ આપીને તેને વેચવા માટે ગુજરાત આવનારા લોકો માટે સુરત અનલકી સાબિત થયું છે. હકીકતમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી-સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, રાજસ્થાનના જાલોર જિલ્લામાં જવેલર્સના વેપારીને લૂંટી લેનાર 3 આરોપીઓ પૈકી 2 સુરતમાં ચોરીના ઘરેણાં વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે. હાલમાં આ બંને આરોપીઓ ઉધના-મગદલ્લા રોડ જોગણી માતાના મંદિર પાસે ઉભા છે.

આ બાતમીના આધારે ખડોદરા પોલીસની ટીમે ટીકમારામ માલી અને નિરવ રબારીને ઝડપી પાડીને તેમની પાસેથી 2516 ગ્રામ ચાંદી અને 28 ગ્રામ સોનાના ઘરેણાં મળી કુલ 6.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક આરોપી રાજસ્થાની, તો બીજો ગુજરાતી
આરોપીઓ પૈકી એક ટીકમારામ રાજસ્થાનનો વતની છે અને બેરોજગાર છે, જ્યારે નિરવ મૂળ બનાસકાંઠાનો છે અને વિદ્યાર્થી છે. તે સુરતમાં કામની શોધમાં આવ્યો હતો, જ્યાં બન્ને વચ્ચે ઓળખ થતાં મિત્રતા ગાઢ બની હતી. બન્ને ભેગા થઈને રાજસ્થાન પણ ગયા હતા, જ્યાં ટીકમારામના અન્ય મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

રાજસ્થાનમાં લૂંટની ઘટનાને અંજામ અપ્યા બાદ સુરતમાં ઘરેણાં વેચીને બન્ને આરોપીઓ બેંગ્લોર જઈને લાઈફ સેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ રાજસ્થાન જાલો૨માં થયેલી લૂંટની કબૂલાત કરી છે. હાલ ખટોદરા પોલીસે બંને જણાને પકડી આગળની કાર્યવાહી કરવા સાથે
રાજસ્થાનના જાલોરના સાયલા પોલીસને આરોપીઓનો કબ્જો સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો