સુરતના બે સ્પા પર પોલીસ ત્રાટકી, રૂપલલનાઓ સહિત 6ની ધરપકડ

783

સુરતના પાંડેસરામાં આવેલા એક સ્પા પર પોલીસે અચાનક જ રેડ પાડી હતી. તે ઉપરાંત સુરતના ભેસ્તાન રોડ પર આવેલા ડાયમંડ સ્પા ઉપર પણ પોલીસે રેડ કરી હતી. પોલીસે રાત્રીના સમયે અચાનક સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતા બે સ્પા પર રેડ પાડીને રૂપલલનાઓ સાથે 6 લોકોની ધરપકડ કરી લીધી હતી.

મળેલી માહિતી અનુસાર સુરતની બે અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહેલા સ્પા પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને આ સ્પામાં દેહવ્યાપાર થવાની બાતમી મળી હોવાના કારણે પોલીસે બુધવાર (11 જાન્યુઆરી)એ રાત્રીના સમયે દરોડા પાડ્યા હતા. પોલીસે પાડેલી રેડમાં બંને સ્પામાંથી મહિલાઓ સહિત 6 લોકોની અટકાયત કરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના પાંડેસરા અને ભેસ્તાન રોડ પર આવેલા સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપાર ચાલે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોની ધરપકડ કરી હતી. તે ઉપરાંત તેમની પાસેથી અશ્વલિલ સામગ્રી પણ પોલીસે જપ્ત કરી હતી.