સુરત રેપ વિથ મર્ડર: ABVPના નેતાએ દુષ્કર્મ-હત્યા કરી હોવાની પ્રેસનોટ વાયરલ... - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત રેપ વિથ મર્ડર: ABVPના નેતાએ દુષ્કર્મ-હત્યા કરી હોવાની પ્રેસનોટ વાયરલ…

સુરત રેપ વિથ મર્ડર: ABVPના નેતાએ દુષ્કર્મ-હત્યા કરી હોવાની પ્રેસનોટ વાયરલ…

 | 11:48 am IST

ઉન્નાવ અને કઠુઆમાં રેપનો કિસ્સો હજી તાજો જ છે, આ બે કિસ્સાને કારણે દેશભરમાં લોકોમાં મહિલા સલામતીને મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સુરતની માસુમ બાળા ન્યાય તો દૂર, પોતાની ઓળખ માટે જ હજી ઝઝૂમી રહી છે.

માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેણીનું મોઢું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો હતો. પ્રિયંકનો ગ્રીન પાર્ક રોડ ઉપર સાઇમોહન આવાસ પાસેથી 6 એપ્રિલના રોજ વહેલી સવારે મૃતદેહ મળી આવ્યો હતો.

આજદિન સુધી આ બાળકીની ઓળખ થઈ શકી નથી. ત્યારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની ઘટનાઓને પગલે હવે સુરતના રહીસો આ બાળકીને ન્યાય અપાવવા રસ્તા પર આવ્યા છે, તેના માટે કેમ્પેઈન શરૂ કરાયું છે.

પાંડેસરા બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. MLA સંગીતા પાટીલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. અને
સંગીતા પાટીલે મહિલા મંડળની CP સાથે પણ મુલાકાત કરી હતી.

પાંડેસરાના જીઆવ-બુડિયા રોડ પરથી બાળકી દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી લાશ મળવાની ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા હરિશ ઠાકુરની સંડોવણી હોવાની વાત ફેસબૂક અને ટ્વિટર પર વાયરલ કરવામાં આવી હતી.

ABVPના નેતાએ બાળકીની હત્યા કરી હોવાની સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. જેથી ઉશ્કેરણી થાય તેવી પોસ્ટ ફરતી કરનાર એક મહિલા અસ્મિતા દાસ અને અન્ય બે ઇરફાન અંજુમ અને મોહંમદ સરતાજ આલમ સામે ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્વિટર પર ઇરફાન અંજુમ તથા અસ્મિતા દાસ અને ફેસબુક પર મોહંમદ સરતાજ આલમે પોસ્ટ વાયરલ કરી હતી. જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને ત્રણેય વિરુદ્ધ ક્રાઇમબ્રાંચમાં પોલીસ ફરિયાદ થતાં આઇપીસી 505(1)(ખ) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસનું કહેવું છે કે, આવા મેસેજથી કોઇ વ્યક્તિ જાહેર શાંતિનો ભંગ કરી શકે છે. એટલે ગુનો નોંધાયો છે.