સુરત રેપ વિથ મર્ડર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, રાજસ્થાનથી પકડાયો મુખ્ય આરોપી - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત રેપ વિથ મર્ડર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, રાજસ્થાનથી પકડાયો મુખ્ય આરોપી

સુરત રેપ વિથ મર્ડર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, રાજસ્થાનથી પકડાયો મુખ્ય આરોપી

 | 10:35 am IST

સુરતના અતિ ચકચારી બનેલા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મહત્ત્વનો બ્રેક થ્રૂ મળ્યો છે. આ બાળકી આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાની વતની હોવાની પ્રબળ શક્યતા બહાર આવી છે. અહીંની પોલીસ સાથે સુરત આવેલા યુવકે બાળકી પોતાની હોવાનું ઓળખી બતાવ્યું છે. જો કે પોલીસે આ કેસમાં ઓળખ અંગે સાયન્ટિફિક પુરાવા હાથવગા કરીને આગળ વધવાની રણનીતિ અપવાની છે.

સુરતના ભેસ્તાનમાં પ્રિયંકાગ્રીન પાર્ક રોડ ઉપર સાઇમોહન આવાસમાં ખુલ્લી જગ્યામાં વહેલી સવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. લગભગ સાડા છ વાગ્યાના અરસામાં કોઇ રાહદારીની નજર આ બાળકી ઉપર પડી હતી. શરીરે ઇજા હોવાથી તેના ઉપર કોઇએ હુમલો કર્યાની આશંકા સાથે લોકોએ પહેલા 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી.

ફોરેન્સિક વિભાગમાં માહિતી મળી હતી કે, બાળકી સાથે ખૂબ ક્રૂર વ્યવહાર કરાયો હોય એવું જણાઈ આવે છે. તેણી સાથે બળાત્કાર થયાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત બળાત્કાર દરમિયાન કે અગાઉ માસૂમ સાથે મારપીટ કરવામાં આવી હતી. તેણીના શરીરે ઇજાના નિશાન પણ મળ્યા છે.

પાંડેસરા બાળકી રેપ વિથ મર્ડર કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 9 એપ્રિલે મળેલી લાશ બાળકીની માતાની હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઈ છે. માતા અને બાળકીને સુરતથી નજીક આવેલા કામરેજથી લવાયા હતા.

ચકચારી પાંડેસરા બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલે પોલીસે રાજસ્થાનથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. હાલ રાજસ્થાનના સવાઇ માધોપુરથી આરોપીને લઈને ગુજરાત આવવા માટે પોલીસ રવાના થઇ છે.

આ મામલે પોલીસે કુલ 3 લોકોની ધરપકડ કરી છે. આ સીવાય હત્યામાં વપરાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે. મુખ્ય આરોપીની ધરપકડ સાથે આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ACP રાજદીપસિંહ ઝાલાની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.

નોંધનીય છે કે સુરતના પાંડેસરામાં મેદાનમાંથી આ બાળકીની લાશ મળી આવી હતી. જેના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં તેના શરીર પર 60થી વધુ ઈજાના ઘા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. અને ગુનેગારને શોધી પાળવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા જેમાં લોકોનો પણ ભારે સહકાર મળ્યો હતો.

બાળકીની ઓળખ માટે ગુજરાતી અને અન્ય ભાષાઓમાં પોલીસે પત્રિકાનું વિતરણ કર્યું હતું. અને આ કેસમાં બાતમી આપનારને પોલીસ અને ઉદ્યોગપતિઓએ ઈનામની પણ જાહેરાત કરી હતી.

11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરી ફેંકી દેવામાં આવી હતી. જેમાં રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો હતો કે, બાળકીને ક્રુરતાપુર્વક ટોર્ચર કરવામાં આવી હતી. અને બાળકીના શરીર પરથી 86 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજા નિશાન મળી આવ્યા છે.

આ સાથે જ DNA ટેસ્ટમાં જે પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો તો તેમની જ બાળકી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ બાળકીની માતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ આજે સુરત પહોંચી ગયા છે, આરોપીઓ અને કાર કબજે કરવામાં આવી છે તે અંગે સત્તાવાર માહિતી પોલીસે આપી નથી, સ્થાનિક મીડિયા રિપોર્ટના સૂત્રો મુજબ આ કારનો મૃતદેહ ફેંકવા માટે કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આ કારના માલિક સુધી પહોંચીને પોલીસ વધુ તપાસ કરશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.

 આ કેસમાં મૃતક બાળકીની હત્યાના કેસમાં તેના કાકા મુખ્ય આરોપી હોવાનું માનવામાં આવી રહ્યું છે, બાળકીના કાકા પર શંકાની સોય છે તેનું નામ પોલીસના ચોપડે હિસ્ટ્રીશિટર અને વોન્ડેટ પણ છે. પોલીસે કરેલી ધરપકડના આધારે મુખ્ય આરોપી સુધી પહોંચવામાં પણ પોલીસને વધુ મદદ મળી શકે છે. હાલ માનવામાં આવી રહ્યું છે મૃતક બાળકીનો કાકા રાજસ્થાન તરફ ફરાર છે.