સુરતમાં રિક્ષામાં બેશતા પહેલા મુસાફરો વાંચો આ આંખ ઉઘાડતો કિસ્સો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં રિક્ષામાં બેશતા પહેલા મુસાફરો વાંચો આ આંખ ઉઘાડતો કિસ્સો

સુરતમાં રિક્ષામાં બેશતા પહેલા મુસાફરો વાંચો આ આંખ ઉઘાડતો કિસ્સો

 | 7:47 pm IST
  • Share

ઓટોરિક્ષામાં ફરી એકલદોકલ મુસાફરોને બેસાડયા બાદ સંકડામણના નામે આગળ પાછળ બેસવા જણાવી ખિસ્સા કે બેગમાંથી રોકડ ચોરી કરવા પેંધી પડેલી ટોળકીએ વધુ બે વ્યક્તિને લૂંટયા હતાં. સુરતના અઠવાલાઇન્સ રોડ ઉપર વૃદ્ધના ખિસ્સામાંથી દસ હજાર રૃપિયા તો અડાજણમાં મહિલાની ત્રીસ હજાર કિંમતની સોનાની બંગડીઓ સેરવી લેવાઇ હતી.

surat auto rikshaw

અઠવાલાઇન્સ પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પાર્લેપોઇન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટર પાસે પંચવટી સોસાયટીમાં મોહનભાઇ રઘુનાથભાઇ ગાયકવાડ તેમના પરિવાર સાથે રહે છે. ગત પહેલી તારીખે તેઓ અઠવાલાઇન્સથી નાનપુરા જવા રિક્ષામાં બેઠા હતાં. રિક્ષામાં તેમની સાથે પહેલેથી જ ત્રણ યુવકો હતાં. યુવકોએ સંકડામણ થતી હોવાનું કહી આગળ પાછળ ખસો એમ જણાવી મોહનભાઇને ધક્કો મરાયો હતો. આ દરમિયાન તેઓના ખિસ્સામાંથી રોકડા દસ હજાર ભરેલું પર્સ કાઢી લેવાયું હતું. આ બનાવ અંગે સબ ઇન્સ્પેક્ટર એચ. પી. ગઢવીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અડાજણમાં પણ આવો બીજો બનાવ બન્યો હતો. અહીં એલ.પી સવાણી સર્કલ, સીએનજી પંપ પાસે આવેલા સાગર રો હાઉસમાં શિવરામભાઇ ગેનુભાઇ સાળુંકે તેમના પરિવાર સાથે રહે છે. શિવરાભાઇના પત્ની ભીમાબહેન વીસમી તારીખે સાંજે પાંચેક વાગ્યે એલ.પી સવાણી સર્કલથી રિક્ષામાં બેસી ભૂલકાભવન સ્કૂલ આવવા નીકળ્યા હતાં. આ રિક્ષામાં અગાઉથી બે યુવકો બેઠા હતાં. આ યુવકોએ તેમની પાસેની વજનદાર બેગ ભીમાબહેનના હાથ ઉપર પાડી હતી. બેગ પડતાં તેણીએ પહેરેલી કાચની બંગડી તૂટી ગઇ હતી. કાચની બંગડી તૂટતાં હાથ પર સામાન્ય ઇજા પહોંચી એટલે એ યુવકોએ મદદના બહાને તેણીના હાથમાંથી સોનાની બંગડીઓ કઢાવી હતી.

દોઢ તોલા વજનની આ બંગડીઓ નજર ચૂકવી તેઓએ ચોરી લીધી અને રિક્ષામાંથી ઊતરી ફરાર થઇ ગયા હતાં.
ત્રીસ હજાર કિંમતની બંગડી ચોરાવામાં રિક્ષાચાલક પણ સામેલ હોવાની આશંકા સાથે ભીમાબહેને અડાજણ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. જેમાં તેણીએ રિક્ષા પાછળ મોટા અક્ષરે જયબજરંગ બલી લખેલું હોવાનું જણાવ્યું હતું. આ નિશાનીના આધારે પોલીસે સીસી કેમેરાની મદદથી રિક્ષા નંબર મેળવી તેના ચાલક અરવિંદ હીરાભાઇ પરમાર (રહે, નાના વરાછા, શક્તિવિજય સોસાયટી)ને ઝડપી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન