NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં દરરોજ અધધ ૭૦૦ ટુ વ્હિલર અને ૧૧૫ કારનું થાય છે વેચાણ

સુરતમાં દરરોજ અધધ ૭૦૦ ટુ વ્હિલર અને ૧૧૫ કારનું થાય છે વેચાણ

 | 11:26 am IST

સુરત આરટીઓના ચોપડે વર્ષ ૨૦૧૬માં નોંધાયેલા વ્હિકલના આંકડા પર નજર કરીએ તો માલૂમ પડશે કે સુરતમાં દરરોજ ૭૦૦ ટુવ્હિલર અને ૧૧૫ જેટલી કારનું વેચાણ થાય છે. જ્યારે રોજના ૧૩ જેટલી ઓટોરિક્ષાનું વેચાણ થાય છે. ઉપરાંત અત્યાર સુધીમાં સુરત આરટીઓના ચોપડે કુલ્લે ૨૮.૩૭ લાખ વાહનો નોંધાઇ ચૂક્યો છે. જેમાંથી ૨૨.૦૬ લાખ ટુવ્હિલર, ૩.૭૦ લાખ ફોરવ્હિલર, ૯૯ હજાર ઓટોરિક્ષા તથા ૩૦ હજાર નાના-મોટા ટેમ્પોનો સમાવેશ થાય છે.

શહેરમાં માસ ટ્રેન્સપોર્ટેશનની યોગ્ય સુવિધાના અભાવે પર્સનલ વ્હિકલનો સૌથી વધુ વપરાશ થાય છે. શહેરમાં કેટલાય પરિવારો એવા છે કે જેમને ત્યાં મેમ્બરદીઠ અલગ અલગ વાહન રાખવામાં આવે છે. મેમ્બરદીઠ વ્હિકલ ખરીદવાના આ ટ્રેન્ડને પગલે શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે વર્ષ ૨૦૧૬ સુધી સુરત જિલ્લામાં વેચાણ થયેલા વ્હિકલની સંખ્યા પર નજર કરીએ તો માલૂમ પડશે કે વસ્તીની સંખ્યા કરતાં અડધાથી વધુ વાહનો આરટીઓના ચોપડે નોંધાઇ ચૂક્યા છે. એટલું જ નહીં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો જ થઇ રહ્યો છે.

વર્ષ ૨૦૧૬માં કુલ્લે ૨.૨૭ લાખ વ્હિકલ વેચાયા હતા. જેમાંથી ૧,૭૭,૨૭૬ ટુવ્હિલર, ૩૮,૭૩૨ ફોરવ્હિલર, ૩૮૦૪ ઓટોરિક્ષા જ્યારે ૪૬૩૨ ટેમ્પોનું વેચાણ થયું હતું. ટુવ્હિલર અને ફોરવ્હિલરની સંખ્યા પર નજર કરીએ તો સરેરાશ દરરોજના ૭૦૦ ટુવ્હિલર અને ૧૧૫ કારનું વેચાણ થયું છે. ગતવર્ષે ૧.૮૦ લાખ વાહનો વેચાય હતા. જેની સામે ૨૦૧૬માં ૨.૨૦ લાખ વાહનોનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ૩૩ એમ્બ્યુલન્સનું પણ વેચાણ થયું હતું. ૫૫૫ ટેક્ટર પણ આરટીઓના ચોપડે નોંધાયા હતા. ટેક્સીકેબનું ચલણ વધતાં ટેક્સી ર્પાિંસગમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગતવર્ષે ૧૭૩ મેક્સી અને ટેક્સીનનું ર્પાિંસગ થયું હતું. જોકે, વર્ષ ૨૦૧૫ની તુલનામાં ૨૦૧૬માં વાહનોની વેચાણમાં વધારો નોંધાયો છે.

૨૦૧૫ની તુલનામાં ૨૦૧૬માં આટોરિક્ષાના વેચાણમાં ૧૫ ટકાનો વધારો
વર્ષ ૨૦૧૫માં અંદાજે ૩૩૨૬ ઓટોરિક્ષાનું વેચાણ થયું હતું. જ્યારે વર્ષ ૨૦૧૬માં ૩૮૦૪ ઓટોરિક્ષાનું વેચાણ થયું છે. દરમિયાન વર્ષ ૨૦૧૫ની તુલનામાં ૨૦૧૬માં ઓટોરિક્ષાના વેચાણમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

1