Surat Sarthana Mcdonalds video goes viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • મેકડોનાલ્ડના ચાહકો માટે લાલબત્તી સમાન છે આ Video, જોઈ આંખો થઈ જશે પહોળી

મેકડોનાલ્ડના ચાહકો માટે લાલબત્તી સમાન છે આ Video, જોઈ આંખો થઈ જશે પહોળી

 | 11:02 pm IST

મેકડોનાલ્ડના ચાહકો માટે લાલબત્તી સમાન એક ઘટના સુરતના સરથાણામાં ઘટી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે. આ વીડિયો સુરતના સરથાણામાં આવેલ મેકડોનાલ્ડના એક સ્ટોરનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહક દ્વારા ઓર્ડર કરેલા બર્ગરમાં જીવાત નીકળતા ભારે હોબાળો થયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં બર્ગરમાં જીવાત નીકળતા અનેક સવાલો ઉભા થયા છે. સરેઆમ લોકોના આરોગ્ય સાથે ચેંડા થઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે. જો, આરોગ્ય વિભાગ તપાસ કરે તો અનેક ખામીઓ બહાર આવે તો પણ નવાઈ નહિં. કોરોના કાળમાં પણ કેટલાક લોકો મેકડોનાલ્ડમાં નાસ્તો કરવા ત્યાં જાય છે પરંતુ હવે સુરતની આ ઘટના તેમના માટે લાલબત્તી સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન