Surat School Students Haveing Cannabis In Viral Video
  • Home
  • Featured
  • સુરતમાં ગાંજાનો નશેળી નિશાળીયો હાથમાં સિગારેટ લઈ શૂટ મારતો હતો, વીડિયોમાં જાણો કેવી રીતે ખૂલી પૉલ

સુરતમાં ગાંજાનો નશેળી નિશાળીયો હાથમાં સિગારેટ લઈ શૂટ મારતો હતો, વીડિયોમાં જાણો કેવી રીતે ખૂલી પૉલ

 | 12:19 pm IST

ગોડાદરામાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને સિગારેટ પીતો વીડિયો વાયરલ થતાં લોકો દંગ રહી ગયા હતા. લિંબાયત પોલીસની હદમાં વિદ્યાર્થીઓ ગાંજાનો બિનધાસ્ત દમ મારતા હોવાની વાતે પોલીસ દોડતી થઈ ગઈ હતી.

લોકોમાં ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ વધતા કાંઈપણ અજુગતું દેખાય એટલે મોબાઈલમાં વીડિયો બનાવી વાયરલ કરવાનું ચલણ વધી ગયું છે. દરમિયાન શનિવારે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સ્કૂલના ત્રણ-ચાર વિદ્યાર્થીઓનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગાંજો પીવાઈ રહ્યો હોવાની પોસ્ટ મુકાઈ હતી. આ વીડિયો શહેરભરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

બીજી બાજુ આ વીડિયો ફરતો-ફરતો લિંબાયત પોલીસ સુધી પહોંચ્યો હતો. આ વીડિયો જોઈ પોલીસની પણ ઊંઘ ઉડી ગઈ હતી. દોડતી થયેલી પોલીસે યુનિફોર્મ અને શાળાના નામના આધારે રાધેશ્યામ સ્કૂલ શોધી કાઢી હતી. જોકે, પોલીસ તપાસમાં વિદ્યાર્થીઓ ગાંજો પીતા હોવાની વાતની પુષ્ટિ થઈ નહોતી.

વિદ્યાર્થીઓ સિગારેટ પી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. વિદ્યાર્થીઓની હરકતો પર ધ્યાન રાખવાની જવાબદારી શાળાની સાથે વાલીઓની પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન