surat Smimar hospital Residential-doctors-raging-other-doctors
  • Home
  • Featured
  • સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરીથી વિવાદમાં, 6 ડૉક્ટરો વિરુદ્ધ રેગિંગની ફરિયાદ

સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરીથી વિવાદમાં, 6 ડૉક્ટરો વિરુદ્ધ રેગિંગની ફરિયાદ

 | 4:33 pm IST

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરીથી વિવાદમાં ઘેરાઇ છે. અહીં હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ ડીનને રેગિંગની ફરિયાદ કરી હતી. જેમાં 6 તબીબો સામે ઓર્થોપેડિક વિભાગના બે ડોકટરોએ રેગિંગની ફરિયાદ કરતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના અંગે સ્મીમેર હોસ્પિટલના ડીને તપાસના આદેશ આપ્યા છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતની સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ રેગિંગની ફરિયાદ મેડિકલ કોલેજના ડીન પાસે કરી છે. પીડિત તબીબો ઓનલાઈન રેગિંગ કમિટિને ફરિયાદ કરવામાં આવી છે. આરોપ લાગ્યો છે કે, ઓર્થોપેડિક વિભાગના સિનિયરે સર્જરીના જુનિયરને ગળેથી પકડી વોર્ડમાં ફેરવ્યો હતો. સર્જરી વિભાગના સિનિયરે ઓર્થોપેડિકના જુનિયરને લાતો મારી હતી. સમજાવવા બેસાડ્યા તે સમયે પણ ધમકી આપવામાં આવી હતી.

આ ઘટના બાદ ઓર્થોના પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબે પણ સર્જરીના બીજા વર્ષના રેસિડેન્ટ તબીબ વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ આપી હતી. આ ઘટના મંગળવારે બપોરના સમયે બની હતી. સર્જરી વિભાગના પ્રથમ વર્ષના તબીબોની ફરિયાદમાં ઓર્થોના ત્રીજા વર્ષના ડોકટર રાજ પરમાર, ડોકટર મિતેષ પટેલ, બીજા વર્ષના ડોકટર અંકિત ખોડીફા, ધ્વનિલ કાળા અને શાલીન શાહે ગળેથી પકડી વોર્ડમાં ફેરવ્યા હતા.