Surat : Society Wall Fall Down
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : પળભરમાં જ લોકોની નજર સામે જ સોસાયટીની દિવાલ ધરાશાયી

Video : પળભરમાં જ લોકોની નજર સામે જ સોસાયટીની દિવાલ ધરાશાયી

 | 4:22 pm IST

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી દેમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદમાં જાન-માલને નુંકશાન થઈ રહ્યું છે. આવી જ એક ઘટના શહેરના વેસો વિસ્તારના કેપિટલ ગ્રીન અપાર્ટપેન્ટમાં સામે આવી છે. અહીં ચાલુ વરસાદે એક દિવાલ લોકોની નજર સામે જ ધરાશાયી થઈ ગઈ હતી. લોકોને દિવાલ પર પહેલા મોટી તિરાડ નજરે પડી હતી. તેને જોઈ જ રહ્યાં હતાં ત્યાં આ દિવાલ ક્ષણવારમાં જ ધડાકાભેર તુટી પડી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ એક સોસાયટીની પ્રોટેક્શન વૉલ ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી હતી.