Surat: student of Std. 10 wearing a school uniform was caught with a young man.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: સ્કૂલ યુનિફોર્મ પહેરેલી ધો.10ની વિદ્યાર્થિની યુવક સાથે રંગરેલિયા મનાવતા પકડાઈ ગઈ

સુરત: સ્કૂલ યુનિફોર્મ પહેરેલી ધો.10ની વિદ્યાર્થિની યુવક સાથે રંગરેલિયા મનાવતા પકડાઈ ગઈ

 | 8:16 am IST
  • Share

અડાજણમાં બંગલામાં ર્ફિનચર કામ કરતા પ્રોમીને મળવા સગીર પ્રેમિકા પહોંચી હતી. સગીર પ્રેમિકાએ સ્કૂલ ડ્રેસ પહેર્યો હોવાથી લોકોને શંકા જતા બન્નેને પકડી પાડયા હતાં. હોબાળો થતા પોલીસ દોડી આવી હતી. આ યુવાન વિદ્યાર્થીની ફસાવી રહ્યો હોવાની વાત જોકે સાવ ઉલટી નીકળી હતી.

આ તરુણી જ આ યુવાનના એક તરફી પ્રેમમાં અંધ બની તેને મળવા માટે દબાણ કરતી હતી. રાંદેર વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષીય ક્રિષ્ના પ્રજાપતિ ર્ફિનચરકામ કરે છે. બુધવારે સવારે ક્રિષ્ના અડાજણમાં આનંદમહેલ રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં આવેલા બંગલામાં ર્ફિનચરકામ કરતો હતો.

એક તરફી પ્રેમમાં પાગલ સગીરા સ્કૂલ ડ્રેસ પહેરીને ક્રિષ્નાને મળવા માટે આવી પહોંચી હતી. તેણે સોસાયટીના વોચમેનને ક્રિષ્ના અંગેની પુછપરછ કરી હતી. પ્રેમી ક્રિષ્ના અને સગીરા બંગલા પાસે વાતચીત કરતા હતાં. તેથી, સોસાયટીના અન્ય લોકો પણ એકત્ર થઇ ગયા હતાં.

સ્કૂલ યુનિફોર્મ પહેરીને આવેલી સગીરાને યુવક ફસાવી રહ્યો હોવાની શંકા જતા સોસાયટીના પ્રમુખે પોલીસ કંટ્રોલરૃમમાં કોલ કર્યો હતો. થોડા સમયમાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ પહોંચતા સગીરા અને યુવક ગભરાઇ ગયા હતાં. પોલીસે સગીરાના પરિજનોને બોલાવ્યા હતાં.

માતાએ સગીરાને માર માર્યો હતો. બાદમાં વાલી સગીરાને લઇને ઘરે જતા રહ્યા હતાં. અડાજણ પોલીસે યુવક વિરુદ્વ અટકાયતી પગલા ભર્યા હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો