Surat Student Tested corona positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરતમાં વિદ્યાર્થિની કોરોનાથી સંક્રમિત, શાળા સપ્તાહ માટે બંધ કરાઈ

સુરતમાં વિદ્યાર્થિની કોરોનાથી સંક્રમિત, શાળા સપ્તાહ માટે બંધ કરાઈ

 | 1:36 pm IST
  • Share

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે અને પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે સરકાર દ્વારા તબક્કાવાર સ્કૂલોમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા ઉપરાંત અન્ય છૂટછાટો આપવામાં આવી રહી છે. જો કે બીજી તરફ એક્સપર્ટો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. એવામાં ભૂલકા વિહાર શાળામાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા તબીબની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ભાઠા વિસ્તારમાં આવેલી ભૂલકા વિહાર શાળામાં કોરોના ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ક્લાસના અન્ય 17 વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

માત્ર એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યો હતું અને તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થિનીના તબીબ માતા-પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ભૂલકા વિહારમાં વિદ્યાર્થિનીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા સંચાલકો દોડતા થઈ ગયા હતા. આટલું જ નહીં, અન્ય વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે હેતુસાર ભૂલકા વિહાર શાળાને આગામી એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, એક્સપર્ટોના મતે કોરોનાની ત્રીજી લહેરમાં નાના ભૂલકાઓને સૌથી વધુ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં સુરતના ભૂલકા વિહારમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો