સુરતઃ શિક્ષકે વિદ્યાર્થિની સાથે વોશરૂમમાં આચર્યું દુષ્કર્મ અને વીડિયો ઉતાર્યો, પછી શું થયું? - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ શિક્ષકે વિદ્યાર્થિની સાથે વોશરૂમમાં આચર્યું દુષ્કર્મ અને વીડિયો ઉતાર્યો, પછી શું થયું?

સુરતઃ શિક્ષકે વિદ્યાર્થિની સાથે વોશરૂમમાં આચર્યું દુષ્કર્મ અને વીડિયો ઉતાર્યો, પછી શું થયું?

 | 2:22 pm IST

સુરત શહેરના ડિંડોલીના ટયૂશન ટીચરે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થિની પર શાળાના વોશરૂમમાં બળાત્કાર કર્યા હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઈ છે. શિક્ષકે વિદ્યાર્થિની સાથેની અંગત પળોની વીડિયો ક્લીપ ઉતારી બ્લેકમેલિંગ કરી જબરદસ્તી લગ્ન કરી લીધાં હતાં. આ અંગેની વિગતો એવી છે કે, ડિંડોલીમાં રહેતા શિક્ષક તરીકે ફરજ બજાવતા ડિંડોલીની સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી.

વિદ્યાર્થિની પર સ્કૂલના વોશરૂમમાં જ નરાધમ શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, શિક્ષકે વિદ્યાર્થિની સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી તેણીને બ્લેકમેલિંગ કરવા લાગ્યો હતો. આ પછી શિક્ષકે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા.

જોકે, લગ્ન પછી શિક્ષકે પત્ની બનેલી વિદ્યાર્થિનીને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને દહેજમાં રૂ.8 લાખની માગણી કરી હતી. તેમજ પિયરથી પૈસા લાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, તેના મિત્રોએ પણ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાં હતાં.યુવતીની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.