NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ મિનરલ પાણીના પ્લાન્ટમાં કીડા નીકળ્યા, વોટર પ્લાન્ટ કરાયો સીલ

સુરતઃ મિનરલ પાણીના પ્લાન્ટમાં કીડા નીકળ્યા, વોટર પ્લાન્ટ કરાયો સીલ

 | 2:21 pm IST

ઉનાળાની અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગરમીમાં લોકોને રાહત આપતા પાણીનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. મિનરલ પાણીના નામે સાદુ પાણી આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. સુરતમાં આરોગ્ય વિભાગે આવા જ એક મિનરલ પાણીના પ્લાન્ટને સીલ કર્યો હોવાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા ખોડિયાર નગર સ્થિત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મિનરલ પાણીના પ્લાન્ટમાં કીડા નીકળતા મનપાના આરોગ્ય વિભાગે આ પ્લાન્ટને સીલ કર્યું છે. શિવ માર્કેટીંગ નામની કંપની દ્વારા પાણીના બોટલમાં મિનરલ વોટર વેચાણ કરવામાં આવી રહ્યું હતું ચોંકાવનારી બાબત એ છે કે પાલિકાની દરોડાની કામગીરીમાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાવતા એડીસ મચ્છર મળી આવ્યા હતા.

ઉપરાંત જ સ્થળ પર પાણી ટ્રીટ કરવાં આવી રહ્યું હતું તે વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યું હતું. જોકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મિનરલ પ્લાન્ટના સંચાલકોને દંડ ફટકારી યુનિટને સીલ મારવામાં આવ્યું હતું.

;