Surat Traffic Police Fined 5000 RS fine to Tempo Driver
  • Home
  • Featured
  • હવે જરૂરી સર્ટિફિકેટ સાથે રાખજો, નહીંતર સુરતના આ ભાઈની જેમ થશે તમારી હાલત

હવે જરૂરી સર્ટિફિકેટ સાથે રાખજો, નહીંતર સુરતના આ ભાઈની જેમ થશે તમારી હાલત

 | 5:17 pm IST

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાતભરમાં આજે ફક્ત લોકચર્ચાએ એક જ વાત છે અને તે છે ટ્રાફિક મેમો અને ટ્રાફિક નિયમોની. ત્યારે સુરતમાં એક ટેમ્પાચાલક પાસેથી 5000 રૂપિયાનો મેમો ફાડવાની ઘટના સામે આવી છે. અને બીજી મજાની વાત એ છે કે, હવે લોકો ટ્રાફિક પોલીસ સાથે કોઈપણ માથાકૂટ કર્યા વગર મેમો ભરતાં થઈ ગયા છે.

સુરતના મેમો અંગે વાત કરીએ તો, રિંગરોડ પર કાપડ માર્કેટમાંથી ડિલિવરી માટે જઈ રહેલાં રસ્તામાં ટ્રાફિક પોલીસે રોક્યો હતો. પોલીસે નવા કાયદા મુજબ લાયસન્સ સહિતનાં તમામ ડોક્યુમેન્ટ ચાલક પાસેથી માગ્યા હતા. અને ચાલક પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હાજર હતા. ત્યારબાદ પોલીસે ટેમ્પાનું ફિટનેસ સર્ટિફિકેટ માગ્યું. અને બસ ત્યાં ચાલક ભરાયો. તેની પાસે ફિટનેસ સર્ટિફિકેટ હતું નહીં. જે બાદ પોલીસે તેને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હવે વિચારો ફિટનેસ સર્ટિફિકેટનાં જ પાંચ હજાર રૂપિયાનો દંડ થયો, જો બાકી ડોક્યુમેન્ટ્સ ન હોત તો ચાલકની શું હાલત થાત.

પાંચ હજાર રૂપિયાનો દંડ થતાં જ ચાલકે સ્થળ પર જ દંડ ભરી દીધો હતો. અને આટલો મોટો દંડ થયા બાદ ટેમ્પો ચાલકે કહ્યું કે, હવેથી હું તમામ સર્ટિફિકેટ સાથે લઈને જ જઈશ. આમ એક રીતે મસમોટા દંડને કારણે લોકો ટ્રાફિક નિયમોને ગંભીરતાથી લઈ રહ્યા છે. અને જે લોકો ટ્રાફિક નિયમોને હળવાશમાં લેતાં હતા તેઓનાં મુખે પણ હવે દંડની જ ચર્ચાઓ થઈ રહી છે.

આ વીડિયો પણ જુઓઃ

હેલ્મેટ વગરના લોકોનાં અવનવા બહાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન