Surat: Two Daughters Lost Their Mother Because of Car Driver
  • Home
  • Featured
  • સુરતઃ મોલમાં ખરીદી કરવા જતાં રસ્તામાં મળ્યું મોત, કારચાલકની ટક્કરથી બે પુત્રીઓએ માતા ગુમાવી

સુરતઃ મોલમાં ખરીદી કરવા જતાં રસ્તામાં મળ્યું મોત, કારચાલકની ટક્કરથી બે પુત્રીઓએ માતા ગુમાવી

 | 11:05 am IST

સુરતમાં પૂરપાટ ઝડપે વધુ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. શુક્રવારની રાત્રે પરિવાર ટુ વ્હીલર પર મોલમાંથી શોપિંગ કરીને હસી-ખુશીને ઘરે આવી રહ્યો હતો ત્યારે સુરત-ડુમસ રોડ પર પૂરપાટ ઝડપે આવતી ઈનોવા કારે ટુ વ્હીલર પર સવાર દંપત્તિને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં બે પુત્રીની માતાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

શુક્રવારે રાત્રે જરીવાલા દંપતી સુરત-ડુમસ રોડ પર આવેલાં મોલમાં શોપિંગ કરવા માટે જઈ રહ્યું હતું. પણ તે સમયે પૂરપાટ ઝડપે જતી ગોલ્ડન કલરની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતિને ઉડાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બે બે પુત્રીઓની માતા બિન્તી વિમલ જરીવાલા (ઉં-36)ને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. જ્યારે પતિ વિમલને પણ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ટક્કર માર્યા બાદ કાર ચાલક ભાગી છુટતા ડુમસ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાર ચાલકની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક બિન્તી જરીવાલાને સંતાનમાં એક 14 વર્ષની અને બીજી 9 વર્ષ એમ બે દીકરીઓ છે. તેમના પતિ ડાઇંગમીલમાં નોકરી કરે છે. જ્યારે બિન્તી ટયુશન કરાવતા હોવા સાથે એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેઓનાં મોતથી બે દીકરીઓએ પોતાની માતા ગુમાવવાનો વારો આવ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ ચાયનીઝ દોરી લોકોને કેમ નુકસાન પહોંચાડે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન