Surat Viral Video : Kid escaped unhurt after being ran over by car
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: રામ રાખે તેને કોણ ચાખે, સુરતમાં આ કહેવત સાર્થક થઇ, બાળકનો થયો અદ્દભૂત બચાવ

Video: રામ રાખે તેને કોણ ચાખે, સુરતમાં આ કહેવત સાર્થક થઇ, બાળકનો થયો અદ્દભૂત બચાવ

 | 12:39 pm IST

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવાત ગુજરાતીમાં દરેકના મુખે સાંભળી હશે, ત્યારે સુરતમાં એક ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક બાળક રમતા રમતા કાર નીચે આવી ગયો હતો. કાર ચાલક જ્યારે રિવર્સ લઇ રહ્યો હતો, ત્યારે તેને ખબર નહોતી કે એક માસૂમ બાળક નીચે રમી રહ્યો છે અને તેને રિવર્સ લેતા બાળકને અડફેટે લીધું હતું. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક બાળક છત્રી સાથે રમતા રમતા નીચે બેસી જતા કાર ચાલાકને દેખાયું નહોતું અને રિવર્સ વાળતી વખતે ઘર આંગણે રમતા બાળકને અડફેટે લીધું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં નાના વરાછામાં હરે કૃષ્ણ સોસાયટી આવેલી છે. તેમાં એક બંગ્લામાં દીપ જીજ્ઞેશ પણસોરિયા નામનો બાળક બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ પરિવાર મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે. દીપ શાળાએ જવા ઘરેથી બહાર નીકળ્યો હતો, ત્યારે ઘર નજીક નારાયણ ભાઈ કાર લઈને રિવસમાં નીકળતા હતા, તે દરમિયાન બાળક તેમની કારની ટાયર નીચે કચડાયું હતું. આ ઘટનાને જોતા પાડોશમાંથી બૂમાબૂમ થઇ ગઇ હતી. બાળકને કારની નીચે જોતા તાત્કાલિક બહાર કાઢી નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન