surat is a fastest growing city in world, will be in top most till year 2035
  • Home
  • Business
  • સુરત 2035 સુધીમાં બનશે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર

સુરત 2035 સુધીમાં બનશે વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર

 | 7:12 pm IST

ઓક્સફર્ડ ઇકોનોમિક્સના અભ્યાસ દ્વારા વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ટોપ ટેન યાદી બહાર પાડી છે. જેમાં ભારતમાટે આનંદદાયક વાત એ છે કે આ યાદીમાં સામેલ દસે દસ શહેરો ભારતના છે. જેમાં સૌથી વધું આનંદ પમાડે તેવી વાત એ છે કે સુરત વિકાસ ક્ષેત્રે હરળફાળ ભરી રહ્યું છે અને વર્ષ 2035 સુધીમાં તે વિશ્વનું સૌથી વધું ઝડપથી વિકસતું શહેર બની જશે.
 
ઓક્સફર્ડ ઇકોનોમિક્સના અભ્યાસના વડા રિચાર્ડ હોલ્ટે જણાવ્યું છે કે ભારતની પશ્રિમે એટલે કે ગુજરાતમાં આવેલું ડાયમન્ડ સિટી સુરત 9 ટકા સાથે મોખરે છે. વર્ષ 2035 સુધીમાં વિશ્વના ટોપ ટેન શહેરોમાં સ્થાન મેળવી શકે છે.

વિશ્વનાં ટોચનાં મેટ્રોપોલિટન શહેરોની સરખામણીમાં ભારતનાં અનેક શહેરોનું આર્થિક આઉટપૂટ ઘણું ઓછું છે, આમ છતાં 2027માં તેનું કુલ ડોમેસ્ટિક પ્રોડક્શન ઉત્તર અમેરિકા અને યુરોપનાં અર્બન શહેરોની સરખામણીમાં એશિયાનાં તમામ શહેરોનું કુલ ડોમેસ્ટિક પ્રોડક્શન વધી જશે અને 2035 સુધીમાં તે 17 ટકા જેટલું ઊંચું રહેશે. આમાં ચીનનાં શહેરોનો હિસ્સો નોંધપાત્ર હશે.

સૌથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં શાંઘહાઈ અને બેઇજિંગ મોખરે

સૌથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં શાંઘહાઈ અને બેઇજિંગની વસતી 2 કરોડ કરતાં વધારે છે જ્યારે ન્યૂયોર્ક, ટોકિયો, લોસ એન્જલસ અનેે લંડનની વસતી પેરિસ, શિકાગો, ગુઆંગઝાઉ અને શેનઝેન પણ ટોપ ટેનમાં સ્થાન પામશે અને હોંગકોંગ કરતાં તેની વસતી વધી જશે.

આફ્રિકાનાં સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં તાંઝાનિયાનું પોર્ચ શહેર દારેસલામ અગ્રેસર છે યુરોપમાં આર્મેનિયાની રાજધાની યેરેવાન પણ મોખરે છે ઉત્તર અમેરિકામાં સાન ઓઝે મોખરે છે.

ઝડપથી વિકાસ પામતાં ભારતનાં ટોચનાં દસ શહેરો

રેન્ક        સિટી             દેશ             સરેરાશ વાર્ષિક ગ્રોથ રેટ

1 સુરત ભારત ૯.૧ ટકા
2 આગરા ભારત ૮.૫૮ ટકા
3 બેંગ્લુરૃ ભારત ૮.૫૦ ટકા
4 હૈદરાબાદ ભારત ૮.૪૭ ટકા
5 નાગપુર ભારત ૮.૪૧ ટકા
6 તિરુપુર ભારત ૮.૩૬ ટકા
7 રાજકોટ ભારત ૮.૩૩ ટકા
8 તિરુતિરાપલ્લી ભારત ૮.૨૯ ટકા
9 ચેન્નઈ ભારત ૮.૧૭ ટકા
10 વિજયવાડા ભારત ૮.૧૬ ટકા