સુરત: મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું, પાડી દો, ડૉકટર્સ ચોંકી ગયા - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું, પાડી દો, ડૉકટર્સ ચોંકી ગયા

સુરત: મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું, પાડી દો, ડૉકટર્સ ચોંકી ગયા

 | 5:09 pm IST

સુરતના વેસુ વિસ્તારમાં એક યુવતી સિવિલ હોસ્પિટલમાં પહોંચીને ડૉકટર્સને કહેવા લાગી કે મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું છે, પાડી દો. યુવતીના આ વાક્યો સાંભળી ડૉકટર્સ પણ ચોંકી ગયા હતા. અઢી મહિનાના ગર્ભ સાથે પહોંચેલી માનસિક દિવ્યાંગ યુવતીની તપાસ કરતાં બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું હોવાનું ડૉક્ટર્સને જાણ થતાં ગર્ભપાત કરાવ્યો હતો.

વેસુ વિસ્તારમાં બહેન અને જીજાજી સાથે છેલ્લાં આઠ વર્ષથી રહે છે. યુવતીએ ડૉકટરોને કહ્યું હતું કે મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું છે. તેને પાડી દો. જેથી ડોક્ટરો ચોંકી ગયા હતા. અને તેના જરૂરી ટેસ્ટ કર્યા હતા. જેમાં પ્રિયંકાનો અઢી માસનો ગર્ભ હતો અને બાળકનું ગર્ભમાં જ મોત નિપજ્યું હોવાનું જણાયું હતું.

તેના જીજાજીએ કહ્યું કે, પ્રિયંકા માનસિક બીમાર છે અને તેની પત્નીની એકની એક બહેન હોવાથી તેને આઠ વર્ષથી સાથે રાખે છે. પ્રિયંકાનો બે વર્ષ પહેલાં પણ ગર્ભપાત કરાવ્યો હતો. તે મારું બાળક નહોતું. ગામ જાય છે ત્યારે પણ મારું જ નામ આવે છે. આ બાળક મારું જ હતું.