અમેરિકાની આર્મીમાં ફરજ બજાવતો મૂળ સુરતનો યુવાન શહીદ, સમાજમાં શોક - Sandesh
  • Home
  • Gujarat
  • અમેરિકાની આર્મીમાં ફરજ બજાવતો મૂળ સુરતનો યુવાન શહીદ, સમાજમાં શોક

અમેરિકાની આર્મીમાં ફરજ બજાવતો મૂળ સુરતનો યુવાન શહીદ, સમાજમાં શોક

 | 9:52 am IST

અમેરિકાની આર્મીમાં છેલ્લા 4 વર્ષથી જોડાયેલા મૂળ સુરતના કશ્યપ ભક્ત નામનો યુવાન શહીદ થયો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મૂળ ઓરણા ગામના ભક્ત પરિવારના રાજેન્દ્ર ભક્ત ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમનો દીકરો કશ્યપ ભક્ત માત્ર 18 વર્ષની ઉંમરે અમેરિકન લશ્કરમાં જોડાઈને રાષ્ટ્રની સેવા માટે સર્મિપત થઈ ગયો હતો. ગત 21 સપ્ટેમ્બર 2017ના રોજ માત્ર 21 વર્ષની ઉંમરે આ મૂળ ભારતીય યુવાન પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં સુરત જિલ્લાના ભક્ત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા ગામના રાજેન્દ્રભાઈ દયારામભાઈ ભક્ત અને તેમના પત્ની શીલાબેન ભક્ત ઘણા સમયથી અમેરિકામાં સ્થાઈ થયાં છે. અમેરિકામાં જ ઉછરેલો તેમનો દીકરો કશ્યપ રાજેન્દ્રભાઈ ભક્ત માત્ર 18 વર્ષની ઉંમરે અમેરિકન લશ્કરમાં જોડાયો હતો. કશ્યપે લશ્કરની 4 વર્ષની કારકિર્દી દરમિયાન અનેક સિદ્ધિઓ મેળવી હતી. તેણે વર્ષ 2015થી 2016 સુધી કુવૈત ખાતેની તેની અમેરિકી લશ્કરી ફરજ બજાવી હતી.