રાજકીય નેતાની પુત્રવધુ કઢંગી હાલતમાં પ્રેમી સાથે, પરિવારે કર્યું સ્ટિંગ ઓપરેશન - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકીય નેતાની પુત્રવધુ કઢંગી હાલતમાં પ્રેમી સાથે, પરિવારે કર્યું સ્ટિંગ ઓપરેશન

રાજકીય નેતાની પુત્રવધુ કઢંગી હાલતમાં પ્રેમી સાથે, પરિવારે કર્યું સ્ટિંગ ઓપરેશન

 | 3:30 pm IST

લગ્નેત્તર સંબંધના અનેક બનાવો સામે આવતા હોય છે. પોતાના જીવસાથી સાથે દગો કે વિશ્વાસઘાતનો એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. આ કેસમાં સુરતની એક મહિલાએ અમેરિકા પહોંચીને પોતાના પતિને તેની પ્રેમિકા સાથે ઐયાશી કરતો પકડી પાડ્યો હતો.

બારડોલીના રાજકીય અગ્રણીની પુત્રવધુનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બોરડોલીના રાજકીય અગ્રણીની પુત્રવધુ અમેરિકામાં પોતાના પ્રેમીને મળવા ગઇ હતી અને તેની સાથે કેટલીક અંગત પળો માણી રહ્યા હતા જેનો પરિવારજનોએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલીના એક રાજકીય પરિવારની પુત્ર વધુ પોતાના પ્રેમીને મળવા માટે અમેરિકા પહોંચી ગઇ હતી. જોકે, પુત્રવધુની આ હરકતથી તેના સાસરીપક્ષના તમામ લોકો અવગત હતા, જેથી તેઓ પણ તેની પાછળ-પાછળ અમેરિકા પહોંચી ગયા હતા. અને પુત્રવધુના પ્રેમીની પત્નીનો સંપર્ક કર્યો હતો. બંન્ને પ્રેમી પંખીડાને પકડવા માટે બારડોલીના રાજકીય પરિવારે સ્ટિંગ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ સ્ટિંગ ઓપરેશનમાં તેમની પુત્રવધુના પ્રેમીની પત્નીએ પણ તેમનો સાથ આપ્યો હતો.

અમેરિકામાં રહેતી પત્નીનો પતિ તેની પ્રેમિકા સાથે દલાસની એક હોટલમાં હાજર હતો ત્યારે જ તેની પત્ની તેના સંબંધીઓ સાથે હોટલ ખાતે પહોંચી હતી. પત્ની પહોંચી ત્યારે પતિ અને તેની પ્રેમિકા એકબીજાના પ્રેમમાં લીન હતા. બંને એક બીજામાં ખોવાયેલા હતા ત્યારે જ પત્નીએ દરોડાં પાડતા રંગમાં ભંગ પડ્યો હોય તેમ મહિલાનો પતિ હેબતાઈ ગયો હતો. પત્ની તેમજ તેના સંબંધીઓએ હોટલ ખાતે જ હંગામો કર્યો હતો. આ દરમિયાન અપશબ્દોનો મારો પણ વહેતો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન