Surat Youth Dies After being Tied to a pole as a thief
  • Home
  • Gujarat
  • સુરત: ચોર સમજીને થાંભલા સાથે બાંધીને બેરહેમીથી ફટકારતા યુવકનું મોત

સુરત: ચોર સમજીને થાંભલા સાથે બાંધીને બેરહેમીથી ફટકારતા યુવકનું મોત

 | 11:44 pm IST
  • Share

  • મહારાષ્ટ્રનો યુવક રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો
  • સચિન વિસ્તારની શ્રીરામ નગર સોસાયટીની ઘટના
  • લાકડી લઈને યુવક પર તૂટી પડ્યા લોકો

સુરતના સચિન વિસ્તારના શ્રીરામ નગરમાં સોમવારે મોડી રાત્રે સોસાયટીમાં ફરી રહેલા એક યુવકને ચોર સમજીને થાંભલા સાથે બાંધીને બેરહેમીથી ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ કેસમાં 7 જણાં વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રનો કોળી યુવક રોજગાર માટે સુરત આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ગુજરાત હાઉસિંગ બોર્ડની નજીક આવેલ શ્રીરામ નગર સોસાયટીમાં ફરી રહ્યો હતો. આ દરમિયાન સોસાયટીના કેટલાક લોકોએ ચોરીની આશંકામાં તેને પકડીને થાંભલા સાથે બાંધી દીધો હતો. જે બાદ લોકો લાકડી લઈને તેના પર તૂટી પડ્યા હતા. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં સચિન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસે આ બનાવ સંદર્ભે 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો