Surat Youth gives 7.51 lakh additional 5.61 lakh Armored Force flagged funds for two lakh bikes
  • Home
  • Featured
  • આને કહેવાય દેશભક્તિ! સુરતના યુવકે 1.80 લાખની બાઇક ખરીદી 7.50 લાખમાં અને પછી…!!!

આને કહેવાય દેશભક્તિ! સુરતના યુવકે 1.80 લાખની બાઇક ખરીદી 7.50 લાખમાં અને પછી…!!!

 | 12:03 pm IST

સુરતમા દેશ ભક્તિનુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યુ છે. એક યુવાને રૂપિયા 1.80 લાખની કિંમતની બાઇક રૂપિયા 7.50 લાખમા ખરીદી 5.61 લાખની વધારાની રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમાં આપ્યા હતા. કંપની દ્વારા એક એવી શરત મુકાય હતી કે બાઇકની કિંમત બાદ ઓકશન થનારી તમામ રકમ સૈનિક ફંડમા આપવામા આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કંપની દ્વારા દેશમા માત્ર 13 બાઇક લોન્ચ કરવામા આવી હતી. આ બાઇકના વેચાણ અંગે એક શરત મુકી હતી કે તમામ બાઇકની કિંમત બાદથી ઓકશન થશે અને ઓકશન બાદની તમામ રકમ આર્મડ ફોર્સ ફલેગ ડે ફંડમા આપવામા આવશે. રૂપિયા 1.80 લાખની આ કિંમતની મોંઘી દાટ બાઇક સુરતના એક દેશપ્રેમી રવિએ ખરીદવાનું પસંદ કર્યુ હતુ.

રવિ નાનપણથી જ દેશભક્ત હતો તથા દેશ માટે અન્ય રીતે મદદરૂપ થવાની તેનામાં ચાહના હતી, આ બાઇકનું જ્યારે ઓકશન કરવામા આવ્યુ ત્યારે ઓકશનમા તેમની સાથે પાંચ અન્ય લોકો હતા. રૂપિયા 1.80 લાખની કિંમતથી ચાલુ થયેલી બીડ સાડા સાત લાખ સુધી પહોંચી હતી. આખરી બોલી રવિએ બોલી આ બાઇક તેમના નામ પર કરી દીધી હતી.

સૌથી મહત્વની વાત એ છે કે આખા ગુજરાતમા આ બાઇક ફકત રવિ પાસે જ જોવા મળશે. રવિએ બાઇકની કિંમત બાદના રૂપિયા 5.61 લાખની રકમ ચેક મારફકે સૈનિક ફંડમા આપી હતી. સુરતમાં સાચી દેશભક્તિનું એક સાચું ઉદાહરણ પુરુ અહીં જોવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન