સુરત: લીંબાયતનાં યુથ કૉંગ્રેસ પ્રમુખની હત્યાથી ચકચાર - Sandesh
NIFTY 10,956.70 -23.75  |  SENSEX 36,347.77 +-25.67  |  USD 68.9925 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: લીંબાયતનાં યુથ કૉંગ્રેસ પ્રમુખની હત્યાથી ચકચાર

સુરત: લીંબાયતનાં યુથ કૉંગ્રેસ પ્રમુખની હત્યાથી ચકચાર

 | 9:26 pm IST

સુરત લીંબાયતનાં શાહપુરમાં યુથ કોંગ્રેસ પ્રમુખની હત્યાથી ચકચાર મચી છે. પરિવારે તડીપાર અસફાક ચાઈનીઝ સહતિનાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. થોડા સમય પહેલા જ અસફાકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પહેલા અશફાકનો ખુલ્લી તલવાર સાથે નાચ કરતો વિડીયો સામે આવ્યો હતો. મૃતકે પોતાની હત્યાની શંકાને લઈને લિંબાયત પોલીસને અરજી પણ કરી હતી.

જો કે લીંબાયત પોલીસને અગાઉથી જાણ કરી હોવા પોલીસે મૃતકની સુરક્ષાને લઈ ઉદાસીન વલણ દાખવ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારે ચાઇનીઝ ગેંગનાં અશફાક ચાઇનીઝ સહતિનાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

સુરત લીંબાયતનાં શાહપુરમાં યુથ કોંગ્રેસ પ્રમુખની હત્યા બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓ સલમાન મુરગી અને ગફ્ફર શાહની ધરપકડ કરી છે. સલમાન મુરગી તાજેતરમાં જ હત્યા કેસમાં છૂટ્યો હતો.