સુરત : સોશિયલ મીડિયામા વાઈરલ થયેલો મેસેજ યુવકના આપઘાતનુ કારણ બન્યું - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત : સોશિયલ મીડિયામા વાઈરલ થયેલો મેસેજ યુવકના આપઘાતનુ કારણ બન્યું

સુરત : સોશિયલ મીડિયામા વાઈરલ થયેલો મેસેજ યુવકના આપઘાતનુ કારણ બન્યું

 | 12:27 pm IST

સુરતના એક યુવકે સોશિયલ મીડિયામા તેને લઈને વાઈરલ થયેલા એક મેસેજને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ આ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના સુરતના લિંબાયતના ગોરાદ્રા નહેર નજીક કેસર ભવાની સોસાયટીમાં બનેલી છે. જેમાં સોશિયલ મીડિયામા વાઈરલ થયેલો મેસેજ યુવકના આપઘાતનું કારણ બન્યું છે. સુરતનો આ યુવક જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો છે. માર્કેટમાં મંદી ચાલતી હોવાથી તે લોકોના નાણા ન ચૂકવી શક્તા તેના બાકી રહેલા રૂપિયા વિશે સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ થયા છે. મેસેજમાં યુવક સાથે કોઈ જાતનો વ્યવહાર ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે ભોગ બનનારા પરિવારે સુરત પોલીસ કમિશનરને અરજી હોવાની વાત જણાવાઈ છે, છતાં લિંબાયત પોલીસ ચોકી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યો નથી તેવો પરિવારનો આક્ષેપ છે. પરિવારે લિંબાયત પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

પરિવારે જણાવ્યું કે, કેટલાક લોકો તેમના ઘરે આવીને તેમને ધમકાવી રહ્યા છે કે, જેથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હતો. પરિવારે પોતાની આપવીતી જણાવી હતી કે, રાત્રે ઘરે આવીને કેટલાક તત્ત્વો અમને હેરાન કરે છે. અમે લોકોના બાકી લેણા ચૂકવી દઈશું. અમારા બાળકોની પરિવાર ફી ભરવાની પણ બાકી છે.