surats athletes suicide in bharuch family said he was not mentally poor
  • Home
  • Gujarat
  • સુરતનાં ટાઈકવૉન્ડો ખેલાડીએ ભરૂચમાં કર્યો આપઘાત, પરિવારે કહ્યું આત્મહત્યા નથી

સુરતનાં ટાઈકવૉન્ડો ખેલાડીએ ભરૂચમાં કર્યો આપઘાત, પરિવારે કહ્યું આત્મહત્યા નથી

 | 8:27 pm IST

સુરતના ટાઈકવૉન્ડો રમતના ખેલાડીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં શોકનો મહોલ છવાઇ ગયો છે. સુરતના બમરોલી ખાતે રહેતો અંકિત રામકરણ સિંઘનાં ભુજમાં આપઘાત કરી લેવાની ખબર મળતા સમગ્ર પરિવાર સહીત તેનાં મિત્ર વર્તુળમાં માયૂસીનો માહોલ છવાઈ ગયો છે.

ઉલ્લેખનિય છે કે અંકિત ગત 7 મી સપ્ટેમ્બરે સાંજના સમયે ભરૂચ શહેરનાં કસક વિસ્તારમાં આવેલી શ્રી પ્લાઝા હોટલમાં ગયો હતો. જ્યાં તેણે પોતાની ઓળખ સ્પોર્ટસ ટીચર તરીકે આપી રૂમ ભાડે રાખ્યો હતો. તે તેના રૂમમાં ગયાં બાદથી પરત બહાર નિકળ્યો જ ન હતો. તે તેનું જમવાનું પણ રૂમમાં જ મંગાવતો હતો, અને અડધો દરવાજો ખોલીને તે જમાવાનો સામાન લેતો હતો.

દરમિયાન 9 સપ્ટેમ્બરનાં રોજ સવારે 11.30 કલાકના અરસામાં તેણે તેના ઇન્ટરકોલથી ફોન કરીને રિશેપ્સન પર જણાવ્યું હતું કે, તે આજે રૂમ ખાલી કરીને જવાનો હોય તેને બપોરે 2 કલાકના અરસામાં ઉઠાડવામાં આવે. જેના પગલે હોટલનાં કર્મીઓએ તેને ઉઠાડવા ઘણીવાર સુધી રૂમ ખખડાવતાં તેણે રૂમ ખોલ્યો ન હતો. જેના પગલે તેમણે આખરે માસ્ટર ચાવીથી રૂમ ખોલી અંદર પ્રવેશી જોતાં અંકિત પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જણાયો હતો.

હોટલ સંચાલકોએ તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકનાં દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ ભરૂચ પહોંચ્યા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બરના રોજ સવારે સંબંધી સાથે વીડિયો કોલ કરી વાત કરી હતી. તેણે આત્મહત્યા કરી નથી. ઘટનાના દિવસે તે ઘણો ખુશ હતો. અમે ભરૂચ પહોંચ્યા ત્યાં સુધીમાં પોલીસે મૃતદેહ સોંપી દીધો હતો. અને કહ્યું હતું કે, તેણે આત્મહત્યા કરી છે.

મૃતદેહને સુરત લાવવામાં આવ્યો અને પરિવારે નક્કી કર્યું હતું કે, બીજીવાર પોસ્ટમોર્ટમ ન કરવામાં આવે ત્યાં સુધી અંતિમસંસ્કાર કરવામાં નહીં આવે. જેમાં 36 કલાકનો સમય જતો રહ્યો. દરમિયાન પરિવારના કેટલાક સભ્યો ભરૂચ ગયા. જ્યાં જાણ થઈ કે, રૂમમાં અને બાથરૂમમાં લોહી મળી આવ્યું હતું અને ખુરશી પણ તૂટેલી હતી. આ બધી ઘટનાઓ પછી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.