દહાણુના ખેડૂતનું હૃદય માલેગાંવની વિદ્યાર્થીમાં ધબકશે , કોર્મિશયલ ફ્લાઈટમાં હૃદયને મુંબઈ મોકલવામાં આવ્યું - Sandesh
  • Home
  • Gujarat
  • દહાણુના ખેડૂતનું હૃદય માલેગાંવની વિદ્યાર્થીમાં ધબકશે , કોર્મિશયલ ફ્લાઈટમાં હૃદયને મુંબઈ મોકલવામાં આવ્યું

દહાણુના ખેડૂતનું હૃદય માલેગાંવની વિદ્યાર્થીમાં ધબકશે , કોર્મિશયલ ફ્લાઈટમાં હૃદયને મુંબઈ મોકલવામાં આવ્યું

 | 11:32 am IST

આદિવાસી સમાજના દહાણુના બ્રેઈનડેડ ખેડૂતના પરિવારે હૃદય, કિડની અને લીવરનું દાન કરી ચાર જણાને નવજીવન બક્ષ્યું છે. સુરતથી પ્રથમ વખત કોર્મિશયલ ફ્લાઈટમાં હૃદયને મુંબઈ મોકલી માલેગાંવની વિર્દ્યાિથનીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આમ, સુરતમાંથી આ ૧૪ હૃદય દાન કરાયું છે. જ્યારે છેલ્લા બે દિવસ દરમિયાન સુરતમાંથી બે હૃદય, બે કિડની, બે લીવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર, પાલઘરના દહાણુ તાલુકાના દેઉડપાડામાં આવેલા વિઠ્ઠુલનગરમાં રહેતા વિલાસ જયરામ ઘાટાલ (ઉં.વ.૩૦) ખેતીકામ કરી માતા-પિતા અને પત્ની સંગીતા, પુત્ર આયુષ (ઉં.વ.૫) તથા પુત્રી આદિતી (ઉં.વ.૩) સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. ૧૫મીએ જન્માષ્ટીમીની ઉજવણીની ભાગરૃપે વિલાસે મિત્રો સાથે દહીં હાંડી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લીધા હતો. ત્યારબાદ કાર્યક્રમ આટોપ્યાં બાદ વિલાસ દોરી છોડવા માટે ઝાડ ઉપર ચડતા નીચે પટકાયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઇજાઓ થવા સાથે બેભાન થઈ ગયો હતો. વલસાડ સિવિલમાં દાખલ કરાયેલા વિલાસને બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ત્યારબાદ ગત તા.૧૬મીએ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ગઈકાલે અહીંના ન્યૂરોસર્જન ડો. મેહલુ મોદી અને ન્યૂરોફિઝિશિયન ડો. પરેશ ઝાંઝમેરાએ વિલાસને બ્રેઈનડેડ ઘોષિત કર્યો હતો. ડોનેટ લાઈફના સભ્યોએ વિલાસને પરિવારને અંગદાનથી બીજા લોકોને મળનારા નવજીવનની વાત કરી હતી. જેને પગલે તેઓ  બ્રેઈનડેડ વિલાસનું હૃદય, કિડની અને લીવર દાન કરવા સહમત થયા હતા.

ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સુરત સિવિલથી મુંબઈની ખાનગી હોસ્પિટલ સુધીની ૨૬૯ કિમીનું અંતર ૮૬ મિનિટમાં કાપી દાનમાં મળેલું હૃદય માલેગાંવની રહેવાસી રવિના શરદ અંતુરેકર (ઉં.વ.૨૦)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. રવિના છેલ્લા છ માસથી હૃદયની તકલીફથી પીડિતી હતી. રવિના માલેગાંવની પુષ્પાતાઈ મહિલા કોલેજમાં એક્સ્ટર્નલ વિર્દ્યાિથની તરીકે બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને તેણીની પિતા લોન્ડ્રીમાં નોકરી પરિવારનું ભરણ પોષણ કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દાનમાં મળેલી એક કિડની ગાંધીધામના જિમી દાદલાની (ઉં.વ.૪૬), બીજી કિડની રાજસ્થાન, જાલાવારની મીતિકા સોની (ઉં.વ.૨૭) અને લીવર ભાવનગરના ઇશ્વર મેન્દાપડા (ઉં.વ.૩૮)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. અત્યાર સુધીમાં ડોનેટ લાઈફ દ્વારા ૨૧૯ કિડની, ૮૭ લીવર, ૬ પેન્ક્રિઆસ, ૧૪ હૃદય અને ૧૮૪ ચક્ષુઓનું દાન મેળવી ૫૦૭ લોકોને નવજીવન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન