સુરતનો પરિવાર કેલિફોર્નિયાના પૂરમાં તણાયો, પરિવારે વિદેશ મંત્રીને ટ્વિટ કરી મદદ માંગી - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતનો પરિવાર કેલિફોર્નિયાના પૂરમાં તણાયો, પરિવારે વિદેશ મંત્રીને ટ્વિટ કરી મદદ માંગી

સુરતનો પરિવાર કેલિફોર્નિયાના પૂરમાં તણાયો, પરિવારે વિદેશ મંત્રીને ટ્વિટ કરી મદદ માંગી

 | 2:05 pm IST

સુરતમાં સ્થાયી થયેલો દક્ષિણ ભારતીય થોત્તાપિલ્લે પરિવારના ચાર સભ્યો કેલિફોર્નિયાના પ્રવાસ દરમિયાન લાપતા થઈ ગયા છે. ગત તા. 5 એપ્રિલથી પરિવારના કોઈ વાવડ નહીં હોય પરિવારજનોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી મદદ માગી છે. આ સાથે જ સુષ્મા સ્વરાજે શોધખોળ ચાલી રહ્યાનું આશ્વાસન આપવા સાથે સરકારના પ્રયત્નોની માહિતી ટ્વિટર પર શેર કરી છે. તો બીજી તરફ જાણવા મળ્યું છે કે, દીકરીના કપડાં અને અને કારના ટુકડા તપાસમાં મળ્યાં છે. જેની ઓળખ ચાલી રહી છે. અને પરિવાર હેમખેમ મળી આવે તેવી આશા તેઓ સેવી રહ્યાં છે.

મૂળ દક્ષિણ ભારતીય પરંતુ નોકરી અર્થે સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાયી થયેલા સંદીપ થોત્તાપિલ્લે (ઉં.વ. ૪૨) થોડા દિવસો અગાઉ પત્ની સૌમ્યા થોત્તાપિલ્લે (ઉં.વ. ૩૮), પુત્ર સિદ્ધાંત (ઉં.વ. ૧૨) અને પુત્રી સાચી (ઉં.વ. ૯) સાથે કેલિફોર્નિયાના પ્રવાસે ગયા હતા. ગઈ તા. ૫મી એપ્રિલને શુક્રવારે થોત્તાપિલ્લે પરિવાર કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યાં હતાં ત્યારે ગુમ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમની કાર પૂરમાં તણાઈ ગઈ છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. છેલ્લે મળેલી માહિતી પ્રમાણે થોત્તાપિલ્લે પરિવાર નોર્થ લેગેટથી હોન્ડા પાયલોટ કંપનીની મરૃન એસયુવી કાર (કેલિફોર્નિયા ૭સ્સ્ઠ૧૩૮)માં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે પરિવારજનો સાથે ફોન પર વાત પણ થઈ હતી. ત્યાર બાદ અચાનક આવેલા પ્રચંડ પૂરમાં તેમની કાર ફસાઈ ગઈ હતી. ત્યાર બાદથી સંદીપ અને તેમના પરિવારના કોઈ વાવડ મળી શક્યા નથી. દરમિયાન કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ ઓફિસર વિલિમ વુન્ડરલીચને ટાંકીને મળેલી માહિતી અનુસાર છઠ્ઠી એપ્રિલે એલ નદીમાં કાર ખાબકી હોવાના રિપોર્ટ તંત્રને મળ્યા છે. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાર સંપૂર્ણપણે પાણીમાં ઘસડાઈને ડૂબી ગઈ છે. ભારે વરસાદ હોવાને લીધે નદીમાં પૂરની સ્થિતિ હતી. કાર હજુ સુધી શોધી શકાઈ નથી.

ઉલ્લેખનીય છે કે વુન્ડરલીચે વધુમાં કહ્યું હતું કે, ૨૦૧૬-૧૭ પાસિંગની મરૃન રંગની કારમાં થોત્તાપિલ્લે પરિવાર મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ પોલીસને મળેલી માહિતી અનુસાર એક સાથે બે વ્હિકલ ડૂબ્યાની વાત છે, એટલે પોલીસ હજુ સુધી હજુ પણ ઘટનાને કન્ફર્મ કરી રહી નથી.

બીજી તરફ સંદીપ પત્ની અને બાળકો સાથે લાપતા થઈ જતા ભારતમાં વસતો થોત્તાપિલ્લે પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સંદીપના પિતા બાબુ સુબ્રમણ્યમ પિલ્લેએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટેગ કરી ટ્વીટ પર મદદ માટે અપીલ કરી છે. તો સંદીપના નજીકના મિત્રના પુત્રએ પણ ફેસબુક પર થોત્તાપિલ્લે પરિવારને શોધવા માટે મદદ માગી છે.

સંદીપના પિતાના ટ્વીટનો જવાબ વિદેશમંત્રીએ વાળવા સાથે જ સરકાર દ્વારા થોત્તાપિલ્લે પરિવારને શોધવા માટે કરવામાં આવી રહેલાં પ્રયત્નોની વિગતો ટ્વીટર પર જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સંદીપ સુરતના આનંદમહલ રોડ પર રહેતા હતા અને એક બેન્કમાં વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર કાર્યરત હતા.