સરકારની સહાય ન મળતા દિવ્યાંગ 3 પુત્રીઓ સાથે પગપાળા દિલ્હી જવા રવાના - Sandesh
  • Home
  • Ahmedabad
  • સરકારની સહાય ન મળતા દિવ્યાંગ 3 પુત્રીઓ સાથે પગપાળા દિલ્હી જવા રવાના

સરકારની સહાય ન મળતા દિવ્યાંગ 3 પુત્રીઓ સાથે પગપાળા દિલ્હી જવા રવાના

 | 2:49 pm IST

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાલાસર ગામના અંધ પિતા પોતાની ત્રણ બાળકીઓ સાથે રોટી, કપડા, મકાનની માગ સાથે પગપાળા દિલ્હી જવા નીકળ્યા છે અને 13 દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતાં.

05ahmptj02134506553_5326134_05032017_MRA_CMY

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાલાસર ગામે રહેતા ગેલાભાઈ મેઘજીભાઈ પરમાર કે જેઓ પોતે અંધ છે અને તેઓ પોતે કોઈ કામઘંઘો કે રોજગારી સાથે સંકળાયેલા નથી. તેઓ તા. 19-2-17ને રવિવારના રોજ તેમની ત્રણ પુત્રીઓ સાથે પગે ચાલતા દિલ્હી જવા નીકળ્યા હતા અને ગેલાભાઈની ત્રણેય પુત્રીઓ સાથે પગે ચાલતા દિલ્હી જવા નીકળ્યા છે. ગેલાભાઈની ત્રણેય પુત્રીઓ અભ્યાસ કરે છે. જેમાં પ્રથમ પુત્રી ખુશાલી ધો. 9, બીજી પુત્રી હિમાંશી ધો.5 અને ત્રીજી પુત્રી ફિરાગી ધો. 2માં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી ધંધો રોજગાર ન મળતાં તેઓ રોટી,કપડાં,મકાનની માગ સાથે સ્થાનિક તાલુકા કક્ષાએ રજૂઆતો કરવા છતાં અને કેટલાય મંત્રીઓને રજૂઆત કરવા છતાંપણ આજદિન સુધી કોઈ ફળ મળ્યું નથી અને તાલુકા પંચાયત ખાતે ધરણા ઉપર પણ બેઠા છતાં આજદિન સુધી લાભ મળ્યો નથી. જેથી રોટી,કપડાં, મકાન સહિતની સહાય સરકાર તરફથી ન મળતાં તેઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. પણ તેઓને આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી ત્યારે તેઓ પોતે પોતાની દિકરીઓ સાથે ભારતમુક્ત કરવા માગ સાથે હાલ દિલ્હી જવા રવાના થાય છે ત્યારે 3-3-17ને શુક્રવારના રોજ 13 દિવસ પગપાળા ચાલીને પોતાની ત્રણ દિકરીઓ સાથે પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતાં.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ગેલાભાઈને સરકાર તરફથી સુવિધાઓ મળશે કે કેમ. હાલ તો દેશમુક્તિની માગ સાથે તેમણે ત્રણ પુત્રીઓ સાથે ચાલવાનું શરૂં કર્યું છે ત્યારે દિલ્હીમાં તેમનું કોઈ સાંભળશે કે કેમ એ જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન